GSTV
Home » News » જાતીય સતામણીનાં આરોપો ઘરાવતા 48 લોકોને ગૂગલે ઘર ભેગા કર્યાં

જાતીય સતામણીનાં આરોપો ઘરાવતા 48 લોકોને ગૂગલે ઘર ભેગા કર્યાં

ME TOO લેબલને લઈને સૌ કોઈ પ્રતિક્રીયા આપી રહ્યું છે. ગૂગલે ગુરુવારે જણાવ્યું હતું કે પાછલા બે વર્ષમાં જાતીય સતામણીના આક્ષેપો લાગેલા છે એવા 48 લોકોને નોકરામાંથી કાઢી નાખવામાં આવશે. આમાં 13 વરિષ્ઠ મેનેજરોનો પણ સમાવેશ થાય છે. ગૂગલે અયોગ્ય વર્તન પર ‘અઘરા વલણ’ નો ઉલ્લેખ કરીને આ પગલું લીધું છે. ટેક્નોલૉજીના ક્ષેત્રે, યુ.એસ.ની દિગ્ગજ કંપનીએ આ નિવેદનને તેના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સુંદર પિચ્ચાઇ દ્વારા રજૂ કર્યું હતું.

આ નિવેદન ધ ન્યૂ યોર્ક ટાઇમ્સના એક અહેવાલનાં જવાબમાં કહેવામાં આવ્યું. Googleના એક વરિષ્ઠ સ્ટાફે Androidનાં શોધક એન્ડી રુબિન પર આરોપ નાખીને 9 લાખ રૂપિયા લઈ બહાર કાઢવામાં આવ્યાં. તેણે એમ પણ કહ્યું છે કે ગૂગલે જાતીય સતામણીના અન્ય આરોપો છુપાવવા માટે કેટલાય આવા કૃત્યો કર્યા છે.

સમાચાર માધ્યમોને પિચ્ચાઈ જવાબ આપતા જણાવ્યું હતુ કે 13 સિનિયર મેનેજરો સહિત 48 કર્મચારીઓને અમે રજા આપી છે. અને કોઈને પેકેજ પણ આપવામાં આવ્યું નથી. તેઓએ કહ્યું, ‘સલામત કાર્યસ્થળ પ્રદાન કરવા માટે અમે ખૂબ ગંભીર છીએ.’ પિચ્ચાઈએ કહ્યું, કે અમે દરેક ફરિયાદની સમીક્ષા અને ખાતરી કરીએ છીએ અને જાતીય સતામણી અથવા અયોગ્ય વર્તન હોય એ એમને ગમશે નહીં. તેનું પરીક્ષણ કરશું અને અમે પગલાં લઈશું”

READ ALSO

Related posts

Pakના ફેમસ એક્ટરની પત્નીનો આરોપ: હું ગર્ભવતી હતી ત્યારે મને જમીન પર ધસડીને લાતો મારી

NIsha Patel

રાજકોટ : પીઠના ભાગમાં દુખતુ હતું, હોસ્પિટલે સારવાર કરાવી અને મોત થઈ ગયું

Mayur

અમરેલી : સહકારી સંઘના પ્રમુખ તરીકે ભાજપના આગેવાન બિનહરીફ ચૂંટાયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!