GSTV

ડેબિટ કાર્ડ પર MDR લિમિટ નક્કી કરવાની કરાઈ ભલામણ, ગ્રાહકોને થઈ શકે છે આ મોટો લાભ

ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકારે તમામ પ્રકારના ડેબિટ અને પ્રિપેઇડ કાર્ડ્સ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ (MDR) ની મર્યાદા નક્કી કરવી જોઈએ. સરકારને આ સૂચનો આઈઆઈટી મુંબઈ વતી આપવામાં આવ્યા છે. સરકાર આ સૂચન- ભલામણનો  કેટલો અમલ કરશે તે પછીની બાબત છે પરંતુ પ્રશ્ન એ છે કે એમડીઆર શું છે અને ગ્રાહકો પર તેની શું અસર થાય છે.

બેંક કોઈપણ દુકાનદાર અથવા વેપારી પાસેથી સેવા માટે લે છે કાર્ડ પેમેન્ટ

મર્ચન્ટ ડિસ્કાઉન્ટ એટલે કે એમડીઆર એવો દર છે જે બેંક કોઈપણ દુકાનદાર અથવા વેપારી પાસેથી કાર્ડ પેમેન્ટ સેવા માટે લે છે. મોટાભાગના વેપારીઓ એમડીઆર ચાર્જનો બોજ ગ્રાહકો પર નાંખે છે. અને બેંકોને આપવાની પોતાની ફીનું ભારણ પોતાના ખીસ્સા પરથી ઓછું કરવા માટે ગ્રાહકો પર તે ચાર્જ વસૂલવામાં આવે છે.  

ડેબિટ કાર્ડ્સ પરના એમડીઆરને ટ્રાન્ઝેક્શન મૂલ્યના 0.6 ટકા સુધી મર્યાદિત રાખવાની જરૂર

ભલામણમાં કહેવામાં આવ્યું છે કે ડેબિટ કાર્ડ્સ પરના એમડીઆરને ટ્રાન્ઝેક્શન મૂલ્યના 0.6 ટકા સુધી મર્યાદિત રાખવાની જરૂર છે. એમડીઆર માટે 0.6 ટકા નિર્ધારીત દરની ઉપલી સીમા 150 રૂપિયા નક્કી કરવી જોઈએ. 

ડેબિટ કાર્ડ એમડીઆરની લેવડદેવડ મર્યાદા મૂલ્યની 0.9 ટકા

 ભલામણ મુજબ પીઓએસ આધારિત ચુકવણી કરનારા નાના અને મધ્યમ વેપારીઓ જ્યાં વાર્ષિક કારોબાર – ટર્ન ઓવર 2 કરોડ રૂપિયા સુધી છે ત્યાં 2,000 રૂપિયા સુધી લેવડ દેવડ માટે એમડીઆર મર્યાદા 0.25 ટકા સુધી કરી શકાય છે. જ્યારે કે 2,000થી વધારેની લેવડદેવડ પર આ મર્યાદા 0.6 ટકા સુધીની હોઈ શકે છે.  હાલમાં 20 લાખ રૂપિયા કે તેથી વધારે વાર્ષિક કારોબાર કરનારા ઉદ્યોગ ધંધા માટે ડેબિટ કાર્ડ એમડીઆરની લેવડદેવડ મર્યાદા મૂલ્યની 0.9 ટકા છે. જે વધુમાં 1000 રૂપિયા સુધી હોઈ શકે છે.

READ ALSO

Related posts

જુનાગઢના ટીકર ગામે વધુ એક ખેડૂતે પાક નિષ્ફળ જતા આપઘાત કર્યો

Nilesh Jethva

હવે જીવનસાથીની શોધ બનશે વધુ સરળ, યુવાનો માટે Facebook એ લોન્ચ કરી ડેટિંગ એપ

Ankita Trada

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં હથિયારો સાથે જૂથ અથડામણ, પોલીસનો કાફલો ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!