GSTV

માલેગાવ બ્લાસ્ટ : લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત, સાધ્વી પ્રજ્ઞાથી મકોકા હટાવાયો

Last Updated on December 27, 2017 by

વર્ષ 2008માં થયેલા માલેગાવ બ્લાસ્ટ કેસમાં એનઆઇએની સ્પેશિયલ કોર્ટે ગુરૂવારે લેફટનન્ટ કર્નલ શ્રીકાંત પુરોહિત અને સાધ્વી પ્રજ્ઞા ઠાકુર તથા અન્ય આરોપીઓ સામેથી મકોકાની કલમ હટાવી લીધી.

કોર્ટે કહ્યું કે આરોપીઓ વિરૂદ્ધ મકોકા, આર્મ્સ એકટ અને યુએપીએની કલમ 17, 20 અને 13 હેઠલ કેસ નહીં ચલાવવામાં આવે. જો કે આઇપીસીની ઘણી અન્ય કલમો હેઠળ બ્લાસ્ટના આરોપીઓ સામે ફરીથી આરોપો ઘડવામાં આવશે. જેમાં હત્યા, ગુનાહિત ષડયંત્રની કલમ સામેલ છે.

કોર્ટે આ ઉપરાંત શ્યામ સાહૂ, પ્રવિણ ટક્કલકી, કાલસાગરાને મુક્ત કરી દીધા છે. 29 સપ્ટેમ્બર, 2008માં માલેગાંવના અંજુમ ચોક પર શકીલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ કંપનીની સામે થયેલા બોમ્બ વિસ્ફોટ 6 લોકોના મોત થયા હતા અને 101 ઘાયલ થયા હતા. આ કેસની હવે આગામી સુનાવણી 15 જાન્યુઆરીના દિવસે હાથ ધરવામાં આવશે.

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!