GSTV
Home » News » છ વાર ચેમ્પિયન રહેલી બોક્સિંગ સ્ટાર લઈ શકે છે નિવૃત્તિ, આપ્યા આ સંકતો

છ વાર ચેમ્પિયન રહેલી બોક્સિંગ સ્ટાર લઈ શકે છે નિવૃત્તિ, આપ્યા આ સંકતો

છ વારની વિશ્વ ચેમ્પિયન એમસી મેરીકોમે ગુરૂવારે કહ્યુ હતુકે, તેની યોજના ટોક્યોના ઓલંપિકમા ગોલ્ડ મેડલ જીત્યા બાદ સંન્યાસ લઈ લેવાનો છે. ભારતીય બોક્સિંગમાં 18 વર્ષનાં લાંબા કેરિયર દરમ્યાન 36 વર્ષીય મેરીકોમ છ વિશ્વ ચેમ્પિયનશીપ જીતી ચૂકી છે. એક ઓલંપિક કાસ્ય પદક પણ મેળવ્યુ છે. તેના સિવાય પાંચ એશિયન ચેમ્પિયનશીપમાં પણ નામના મેળવી ચૂકી છે.

સાથે જ તે રાજ્યસભા સદસ્ય પણ છે. મેરીકોમે એક કાર્યક્રમ દરમ્યાન કહ્યુ હતુકે, તે 2020 બાદ સંન્યાસ લેવા માંગે છે. એટલે મારુ મુખ્ય ધ્યેય ભારત માટે ગોલ્ડ મેડલ જીતવાનું છે. હું ખરેખર ગોલ્ડ મેડલ જીતવા ઈચ્છુ છું. વધુમાં તેણે કહ્યુ હતુકે, હું હંમેશા દેશ માટે પદક મેળવવાની સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરુ છું. હું ઓલંપિક ક્વોલિફાયર અને વિશ્વ ચેમ્પિયનશીપ માટે મારી તૈયારીઓ શરૂ કરીશ. આવતા વર્ષે થનારા ઓલંપિક પહેલાં બોક્સિંગ ક્ષેત્રને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય ઓલંપિક સમિતિએ આંતરરાષ્ટ્રીય બોક્સિંગ સંઘને ટોક્યો ઓલંપિક સ્પર્ધાઓની મિજબાનીમાં પ્રતિબંધ મૂક્યો હતો. આઈઓસીએ જાહેરાત કપી હતીકે, આવતા વર્ષે જાન્યુઆરી અને મેની વચ્ચે ઓલંપિક ક્વોલિફાયર માટે નવું કેલેન્ડર તૈયાર કરાશે. અને તે કદાચ વજન વર્ગો ઉપર પણ ફરી વિચાર કરી શકે છે. ભારતીય બોક્સરો દુવિધામાં ફસાયેલાં છે. પરંતુ મેરીકોમને લાગે છેકે, જો ક્વોલીફાયર આવતા વર્ષે કરાશે તો તેના માટે ફાયદાકારક રહેશે.

તેણે કહ્યુ હતુકે, એ મારા માટે યોગ્ય રહેશે કારણકે મને તૈયારીઓ કરવા માટે વધુ સમય મળી શકશે.  અમે ઓલંપિક જ નહી પરંતુ બધી જ સ્પર્ધાઓ માટે નિયમિતરૂપે ટ્રેનિંગ લઈ રહ્યા છીએ. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મને સામેના ખેલાડીઓની તાકાક અને નબળાઈઓ જાણવાની તક મળશે. તે મુજબ જ હું તૈયારી કરી શકીશ.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!