MBBSનો અભ્યાસ કરી રહેલા કે નીટ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે જરૂરી સૂચના છે. જરૂરી નથી કે તમે NEET પાસ કરી લીધી તો તમે ડૉક્ટર બની જ જશો. કારણ કે એમબીબીએસમાં એડમિશન બાદ પણ તમારે સારૂ પર્ફોર્મેન્સ બરકરાર રાખવી પડશે. તમને એમબીબીએસ પરીક્ષા પાસ કરવા માટે ઈચ્છા પ્રમાણે તકો નહીં મળે.

તેના માટે નેશનલ મેડિકલ કમીશન (NMC)એ નવા નિયમ બનાવ્યા છે, જે દરેક વ્યક્તિ પર લાગુ થશે. Medical Studentsના એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે પણ એનએમસીની નવી ગાઈડલાઈનને સાચી ગણાવી છે અને વિદ્યાર્થીઓની અરજી ફગાવી દીધી છે.
અરજી ફગાવતા Delhi High Courtએ કહ્યું- ‘મેડિકલ એક નોબલ પ્રોફેશન છે અને ડૉક્ટર્સ મોટા સ્તર પર સામાન્ય લોકોને સર્વિસ આપે છે. માટે નિમય એવા હોવા જોઈએ જે એ સુનિશ્ચિત કરી શકે કે ફક્ત એ જ લોકો મેડિકલ પ્રોફેશનલ બને જે તેના લાયક હોય અને જેમનો તેના પ્રતિ ઝુકાવ હોય.’
શું હતો મામલો
કેટલાક એમબીબીએસ વિદ્યાર્થીઓએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી કે તેમને પરીક્ષા આપવાની અન્ય તકો આપવામાં આવે. કારણ કે તેમણે એડમિશન ત્યારે લીધું હતું જ્યારે MBBS Examમાં અટેમ્પ્ટ્સની સંખ્યા સીમિત નહોતી કરાઈ. આ વિદ્યાર્થીઓની દલીલ હતી કે nmcનો નિયમ તેમના મેડિકલ કૉલેજમાં એડમિશન બાદ આવ્યો હતો, માટે તે એમના પર લાગુ ન થવો જોઈએ.
હકીકતમાં આ વિદ્યાર્થીઓ 4 વારમાં પણ એમબીબીએસ ફર્સ્ટ યરની પરીક્ષા પાસ ન કરી શક્યા. ત્યાર બાદ તેમના પર રાષ્ટ્રીય ચિકિત્સા આયોગના નવા નિયમ અંતર્ગત પરીક્ષા આપવાથી રોક લગાવવામાં આવી. પણ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી. મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની અધ્યક્ષતાવાળી બેંચ કરી રહી હતી. બેંચે કહ્યું કે આયોગના નિયમ મનમાનીવાળો નથી. કેન્ડિડેટ પાસે જેટલીવાર મન પડે એટલીવાર પરીક્ષા આપવાનો અધિકાર નથી.
READ ALSO
- મોટા સમાચાર / પેપરલીક કાંડ મામલે કોર્ટે તમામ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
- કેનેડા પછી હવે ઓસ્ટ્રેલિયામાં પણ પગ ફેલાવી રહ્યા છે ખાલિસ્તાની? ભારતીયો પર હુમલામાં પાંચ લોકો થયા ઘાયલ
- ભાજપે મુસ્લિમોને ટિકિટ આપી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબનું પત્તું કાપ્યું
- ગુજરાતમાં 1 ફેબ્રુઆરીથી શરૂ થશે રાહુલ ગાંધીની હાથ સે હાથ જોડો યાત્રા, 6 લાખ ગામડાઓમાં જશે
- જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ