GSTV

અંબાજી : ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, પાવર હવે સરકારના હાથમાં

અંબાજી

અંબાજી યાત્રાધામના પ્રવાસે જતાં પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા માટે અંબાજી યાત્રાધામ સત્તામંડળની રચના કરવામાં આવશે. આ હેતુને પાર પાડવા માટે આજે ગુજરાત વિધાનસભામાં અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન વિધેયક ૨૦૨૦ સર્વાનુમતે ગૃહમાં પસાર કરી દેવામાં આવ્યું છે. અંબાજી યાત્રાધામના સુગ્રથિત વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.

ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય

તેમણે કહ્યું હતું કે અંબાજી પ્રવાસન સત્તામંડળમાં અધ્યક્ષ/ઉપાધ્યક્ષ સહિત ૧૧ સભ્યોની નિમણુંક કરવામાં આવશે. અંબાજી મંદિર ટ્રસ્ટમાં ભક્તો તરફથી દાન-ભેટમાં અપાયેલ રકમ સૂચિત સત્તામંડળને આપવાની રહેશે નહી. ટ્રસ્ટની કામગીરી પૂર્વવત જ રહેશે તથા ટ્રસ્ટની કામગીરી-અધિકારો ચાલુ રહે તે પ્રમાણેની જોગવાઇ કરાઈ નવા કાયદામાં કરવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળામાં દર્શને આવતા લાખો શ્રધ્ધાળુઓને સુખ સગવડો પુરી પાડવા માં આ સત્તામંડળ ની ભુમિકા અસરકારક નીવડશે.

પાવર હવે સરકારના હાથમાં

આજે ગુજરાત વિધાનસભા ખાતે અંબાજી યાત્રાધામ અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન વિધેયક રજુ કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના પવિત્ર યાત્રાધામોનો સુગ્રથિત વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે મક્ક નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યુ છે. ગુજરાત અને દેશભરમાંથી અંબાજી ખાતે યાત્રાળુઓની સંખ્યામાં સતત વધારો થતો હોવાથી રાજ્ય સરકારને આ વિસ્તારના સુગ્રથિત અને સુઆયોજિત વિકાસની તાકિદની જરૂરિયાત જણાતા અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તામંડળની સ્થાપના કરવા માટેનો આ મહત્વનો નિર્ણય કરાયો છે. વિધેયક પસાર થઈ જતાં આ સત્તામંડળની રચના થયા બાદ વિધેયકમાં સુચવ્યા મુજબની સત્તાઓનો ઉપયોગ કરશે અને સૂચવવામાં આવેલી ફરજો બજાવવામાં આવશે.

વિધેયકમાં સુચવ્યા મુજબની સત્તાઓનો ઉપયોગ કરશે અને સૂચવવામાં આવેલી ફરજો બજાવવામાં આવશે

અંબાજી મંદિર ટ્રસ્ટમાં ભક્તો તરફથી દાન-ભેટમાં અપાયેલ રકમ સૂચિત સત્તામંડળને આપવાની થતી નથી. ટ્રસ્ટની કામગીરી યથાવત રહે તથા ટ્રસ્ટની કામગીરી-અધિકારો ચાલુ રહે તે પ્રમાણેની જોગવાઇ આ વિઘેયકમાં કરવામાં આવી છે. અંબાજી મંદિર, ગબ્બર, કુંભારીયા, કોટેશ્વર અને તેની આજુબાજુના વિસ્તારને સુઆયોજીત આયોજન, આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવા અને સલામત પ્રવાસનને પ્રોત્સાહન આપવા.

ભક્તો તરફથી દાન-ભેટમાં અપાયેલ રકમ સૂચિત સત્તામંડળને આપવાની થતી નથી

સંસ્થાકીય વ્યવસ્થા માટે ખાસ સત્તા મંડળની રચના કરી નગર આયોજન, વિકાસ નિયંત્રણ, આંતરમાળખાકીય સુવિધાઓ, યાત્રાધામ પ્રવાસન પ્રવૃતિઓનું નિયમન અને સંચાલન, સલામત યાત્રાધામ પ્રવાસનની વ્યવસ્થા પુરી પાડવાનો છે. વિકાસ માટે આ કાયદાકીય જોગવાઈ હેઠળ જમીન સંપાદન પણ કરવામાં આવશે.

READ ALSO

Related posts

રાજ્યમાં કોરોનાનાં વ્યાપમાં થયો ઘટાડો, છેલ્લાં 24 કલાકમાં 1021 નવા દર્દીઓ સાથે 6નાં મોત તો 1013 લોકો થયા સાજા

Mansi Patel

વડોદરાવાસીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ઘરમા જ બોલાવી ગરબાની રમઝટ

Nilesh Jethva

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની સભાનો ફિયાસ્કો, ખુરશીઓ ખાલી રહેતા બાળકોને ખેસ પહેરાવી સભામાં બેસાડી દેવાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!