GSTV
Home » News » શિખાના કારણે માંગ્યા ડિવોર્સ, એન્જિનિયર પતિની ચોટીથી શરમ આવે છે પત્નીને

શિખાના કારણે માંગ્યા ડિવોર્સ, એન્જિનિયર પતિની ચોટીથી શરમ આવે છે પત્નીને

મધ્યપ્રદેશના ભોપાલમાં પતિ અને પત્ની વચ્ચે ચોટી (શિખા) બાબતે વાત એટલી ખેંચાઇ કે, ડિવોર્સ સુધી વાત પહોંચી ગઈ. પતિએ તેના માતા-પિતાના અવસાન બાદ ચોટી રાખવનો સંકલ્પ લીધો હતો. તેણે સંકલ્પ લીધો હતો કે, તે જીવનની અંતિમ ઘડી સુધી ચોટી નહીં કાઢે. એ વ્યક્તિ બ્રાહ્મણ છે. બે વર્ષ પહેલાં એક રોડ દુર્ઘટનામાં તેનાં માતા-પિતાનું અવસાન થયું હતું. મૃત્યુના કર્મકાંડ દરમિયાન વ્યક્તિનું મુંડન કરવામાં આવ્યું. જેમાં પતિએ ધાર્મિક માન્યતા અનુસાર ચોટી રાખી.

થોડા દિવસો બાદ બધુ પહેલાંની જેમ ચાલવા લાગ્યું, પરંતુ પતિએ ચોટી ન કપાવી. પત્ની પતિ પર ચોટી કપાવવા માટે દબાણ કરવા લાગી. આ જ બાબતે અરેરા કોલોની નિવાસી પત્નીએ ફેમિલી કોર્ટમાં ડિવોર્સની અરજી પણ કરી. જેમાં પતિએ જણાવ્યું કે, ચોટીના કારણે તેનો પતિ ગવારો જેવો દેખાય છે. તેના પિયરના લોકો તેના પતિની મજાક ઉડાવે છે, જેમાં તેને બહુ અપમાન સહન કરવું પડે છે.

આ કેસને ફેમિલી કોર્ટે કાઉન્સેલિંગમાં રાખ્યો છે. જેમાં કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, બંને વચ્ચેના ઝગડાનું મૂળ જ ચોટી છે. પત્નીનું કહેવું છે કે, ચોટીના કારણે પતિ ગવાર જેવો દેખાય છે, જેના સ્ટાન્ડર્ડ સાથે સેટ નથી થતું, જ્યારે તે એક્ઝીક્યૂટિવ એન્જિનિયર છે. પત્ની એમબીએ છે. કાઉન્સેલર સરિતા રાજાનીએ જણાવ્યું કે, મહિલાનાં લગ્ન 2 ફેબ્રુઆરી, 2016ના રોજ થયાં હતાં.

મહિલાએ કાઉન્સેલરને જણાવ્યું કે, ચોટી કઢાવાનું કહું છું તો, મારી વાત જ ટાળી દે છે. ચોટીના કારણે બધાં તેના પતિને પંડિતજી કહે છે, જ્યારે પતિએ જીદ લીધી છે કે, તે ક્યારેય ચોટી નહીં કપાવે. તેની ચોટી તેના મૃત્યુ બાદ તેના શરીર સાથે જ મળશે. તો પતિએ એમ કહ્યું કે, પત્નીને બધાં જ સુખ મળી રહ્યાં છે તો એ મારી ચોટી પાછળ જ પડી છે. ચોટીના કારણે જ છ મહિનાથી પિયરમાં રહી રહી છે. પત્નીની જીદ છે કે, ચોટી કપાવો અથવા ડિવોર્સ આપો.

Related posts

સાંજના સમયે ખાતા હોય આ વસ્તુઓ તો બંધ કરી દેજો, ધડાધડ વધવા લાગશે વજન

Bansari

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં ઉમેરી દો આ વસ્તુ, પછી જુઓ કમાલ

Bansari

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!