MBA-MCA-B.Tech વાળા પણ કપડાં ધોવા માટે થાય છે તલપાપડ, કારણ ચોંકાવનારું

આપણા દેશમાં બેરોજગારીની સમસ્યા શું છે, તે કોઈ પણ વ્યક્તિથી છુપાયેલી નથી. ચૂંટણીમાં બેરોજગારી મુદ્દો હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ આજે અમે તમને જે મુદ્દે જણાવવા જઇ રહ્યાં છે, તે જાણીને તમે તમારું માથું પછાડશો.

ખરેખર, દેશની રાજધાની દિલ્હીમાં હાલમાં 17 ડિસેમ્બરથી 9 જાન્યુઆરીથી અલગ-અલગ તબક્કામાં લેખિત પરીક્ષાઓ ચાલી રહી છે. દિલ્હી પોલીસે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની 707 ભરતી કાઢી હતી, જેમાં લગભગ 7.5 લાખ લોકોએ અરજી કરી છે.

દિલ્હી પોલીસે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (એમટીએસ) મોચી, માળી, ધોબી, કુક, નાઈ, સુથાર, સફાઈ કર્મચારીથી લઇને દરજી સુધીની ભરતી કાઢી હતી. રસપ્રદ વાત તો એ છે કે આ પરીક્ષામાં સામેલ થવા માટે 1200ની આસપાસ એમબીએ ડિગ્રી ધારકો અને અંદાજે 360 બીટેક ડિગ્રી ધારકોએ અરજી કરી છે. સરકારી નોકરીની ઈચ્છામાં બીટેક, એમબીએ, એમસીએ, બીબીએ, એમએસસી, એમએ સુધીની ડિગ્રી પ્રાપ્ત કરી ચૂકેલા યુવાનો પણ અહીં લાઇન લગાવી છે. આ જ રીતે ત્રણ લાખથી વધુ એમએ, એમએસસી ડિગ્રી ધારકોએ પણ અરજી કરી છે.

રસપ્રદ વાત એ છે કે રાજ્ય બહારથી આવેલા યુવાનોનું કહેવુ છે કે લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રને ઘણુ અઘરૂ બનાવવામાં આવે છે, આ પેપર સબ ઈન્સ્પેક્ટર રેન્ક જેવુ છે. પરીક્ષાનો સમય 90 મિનિટનો છે, જેમાં 100 પ્રશ્નનો ઉકેલ લાવવાનો હોય છે. દરેક પ્રશ્ન માટે એક અંક નિર્ધારિત છે.

ટ્રેડ ટેસ્ટ 20 અંકનુ હશે, જેમાં 10 અંક અથવા તેનાથી વધુ મેળવનારને જ પાસ જાહેર કરવામાં આવશે. લેખિત પરીક્ષા બાદ ફીઝીકલ એક્ઝામ લેવાશે. ત્યારબાદ ટ્રેડ ટેસ્ટ હશે, જે સંબંધિત ટ્રેડ મુજબ રાખવામાં આવશે. આ દરમ્યાન એમટીએસ ભરતીમાં પ્રશ્નપત્ર લીક કરવાની આશંકામાં સબ-ઈન્સ્પેક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter