GSTV

પહેલા દિવસે જ મઝગાંવ ડોકનો IPO સંપૂર્ણ થયો સબ્સક્રાઈબ, હજુ 1 ઓક્ટોબર સુધી છે તક

મઝગાંવ ડોક શિપબિલ્ડર્સના IPOને લઈને રિટેલ રોકાણકારોમાં ક્યાં પ્રકારનો ઉત્સાહ છે. તે પહેલા દિવસે જ સબ્સક્રિપ્શનના આંકડા જોઈને લાગી રહ્યું છે. મઝગાંવ ડોક શિપબિલ્ડર્સના IPOને સારો રિસપોન્સ મળી રહ્યો છે. કંપનીના ઈશ્યુના પહેલા દિવસે જ 108 ટકા સબ્સક્રાઈબ થઈ ગયો છે. આ પહેલા દિવસે જ આ ઈશ્યુ રિટેલ સેગમેન્ટમાં સમગ્ર રીતે સબ્સક્રાઈબ થઈ ચુક્યો છે.

મઝગાંવ ડોકના IPOનો પ્રાઈસ બેંડ 135-145 પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યું છે. IPO હેઠળ 3,05,99,017 શેરોનું વેચાણ થશે. આ IPOનો લોટ સાઈઝ 103 શેરોનો છે. રિટેલ રોકાણકારો 1 ઓક્ટોબર સુધી IPO માટે એપ્લાઈ કરી શકે છે.

કંપનીની IPOના માધ્યમથી 444 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના છે. યસ સિક્યોરિટીઝ, એક્સિસ કૈપિટલ, ઈડલવાઈસ ફાઈનેંશિયલ, આઈડીએફસી સિક્યોરિટીઝ અને જેએમ ફાઈનાન્શિયલમાંથી IPO ભરી શકાશે. મઝગાંવ ડોક સરકારી ક્ષેત્રની શિપયાર્ડ કંપની છે. તે નૌસેના અને કોસ્ટગાર્ડ માટે જંગી જહાજો અને સબમરિન બનાવવાનું કામ કરે છે.

IPO આવ્યા બાદ મઝગાંવ ડોલ શિપબિલ્ડર્સ કંપનીના શેર ટ્રેડિંગ માટે શેર બજારમાં લિસ્ટીંગ થઈ જશે. મઝગાંવ ડોક સરકારી ક્ષેત્રની શિપયાર્ડ કંપની છે અને નૌસેના માટે અને કોસ્ટગાર્ડ માટે મોટા જહાજો અને સબમરિન બનાવવાનું કામ કરી રહી છે.

કંપની જહાજ અને સબમરિનનું સારસંભાળ કરવાનું કામ પણ કરે છે. આ કંપની જંગી જહાજોના નવા ડિઝાઈન પણ તૈયાર કરે છે. સૌથી ખાસ વાત તો એ છે કે, આ કંપનીને વર્ષ 2006માં મિનિરત્નનો દરજ્જો પ્રાપ્ત થયો છે. તેનું મુખ્યાલય મુંબઈમાં છે. આ કંપનીની ઈંટ 1934માં રાખવામાં આવી છે.

નાણાકીય સ્વસ્થતા કેવી છે ?

આ ભારતીય નૌસેના માટે વિધ્વસંક અને પારંપરિક સબમરિન બનાવનારૂ એકમાત્ર શિપયાર્ડ છે. એમડીએલની ઓર્ડર બુક 54,074 કરોડ રૂપિયાની છે. અને તે દેશમાં કોરવેટ્સનું નિર્માણ કરનારૂ પહેલુ શિપયાર્ડ છે. આગળ કંપની બિઝનેશમાં વિસ્તારની વ્યાપક સંભાવના છે. કંપનીની ક્ષમતા 40,000 DWTની છે.

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!