મયૂર મોરી શ્યામ રાજાણી માટે યુવતીઓ સપ્લાય કરતો, કરિશ્મા ગાંધીના સંપર્કમાં હતો

રાજકોટમાંથી ગુમ થયેલા મયુર મોરી ગુરુવારે મોડી રાત્રે પોલીસને મળી આવ્યો. શુક્રવારે પોલીસે તેને મીડિયા સમક્ષ હાજર કરતા તેણે ડોકટર શ્યામ રાજાણી વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. મયુરે જણાવ્યું કે તેણે ડોક્ટર શ્યામ રાજાણી પાસે પગાર વધારાની રજૂઆત કરી હતી. તેમજ હોસ્પિટલના સીસીટીવીમાંથી ફોટા પણ પાડ્યા હતા.

મયુરે જણાવ્યું કે ચાર લોકોએ તેને કારમાં મળવા આવ્યા હતા જેમા શ્યામ અને તેમના સાગરિતોએ દોઢ કલાક સુધી તેને માર્યો હતો. મયુરે કહ્યું કે તેણે ડોક્ટરના આડા સંબંધો અંગે કોઈને જાણ કરી નહોતી. મયુર છેલ્લા 22 દિવસથી ગુમ હતો અને જ્યારે શ્યામ રાજાણીનો વિડીયો વાયરલ થયો ત્યારે મયુર કચ્છમાં સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતો હતો.

રાજકોટમાં બહુચર્ચિત ડોક્ટર શ્યામ રાજાણી કેસ મામલે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. શ્યામ રાજાણીની પૂર્વ પત્નીની વધુ એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લીપની જીએસટીવી પુષ્ટી કરતું નથી. એવું કહેવાય છે કે આ ઓડિયો ક્લીપના સંવાદ અનુસાર મયૂર મોરી શ્યામ રાજાણી માટે યુવતીઓ સપ્લાય કરતો હતો.

મયૂર મોરી કરિશ્મા ગાંધીના સંપર્કમાં હતો. મયુર મોરીએ ખુલાસો કર્યો હતો કે નર્સિંગ સ્ટાફની યુવતીઓને શ્યામ રાજાણી સપ્લાય કરે છે. મયુર અને કરિશ્મા એકબીજાના સંપર્કમાં છે તે વાતની જાણ થતાં શ્યામ રાજાણીએ મયુરનું અપહરણ કરી ઢોર માર માર્યો અને તેના વોટ્સઅપ સ્ટેટસમાં મૂક્યું હતું. તે કબૂલાત કરિશ્મા ગાંધીએ કરી હતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter