GSTV
Home » News » ખરાબ રસ્તાને રિપેર કરવાનું ચૂકતાં મેયરને માથા ફરેલા લોકોએ આપી સજા, ટ્રક પાછળ બાંધી ઢસડ્યા

ખરાબ રસ્તાને રિપેર કરવાનું ચૂકતાં મેયરને માથા ફરેલા લોકોએ આપી સજા, ટ્રક પાછળ બાંધી ઢસડ્યા

ખરાબ રસ્તાઓની સમસ્યા દક્ષિણ મેક્સિકોમાં પણ જોવા મળે છે, ત્યારે અહીં વચન પૂરું ન કરનારને કેટલાંક માથા ફરેલા લોકોએ સજા આપી હતી. દક્ષિણ મેક્સિકોમાં ચૂંટણી દરમિયાન ખરાબ રસ્તાને રિપેર કરવના આપેલા વચનને પૂરું ન કરતા ઉશ્કેરાયેલા લોકોએ ત્યાંના મેયરને ટ્રક પાછળ બાંધીને ઢસડ્યા હતા.

આ કેસમાં 11 લોકોની ઘરપકડ કરાઈ છે. મેયર ઉપર આ બીજો હુમલો હતો. બનાવ પછી ગામમાં સુરક્ષા વધારી દેવાઈ છે. મેયર કાર્યાલયની બહાર પ્રત્યક્ષદર્શી દ્વારા લેવાયેલા વીડિયોમાં જોવા મળી રહેલા પુરુષોની એક ગેન્ગ તેમને ઈમારતમાંથી ખેંચીને બહાર કાઢી રહી છે અને બળજબરી વાહનની પાછળ નાંખી રહી છે.

એક સીસીટીવી ફુટેજમાં જોવા મળી રહેલા ટ્રક પાછળ હાથમાં રસ્સી બાંધીને તેમને રસ્તાઓ પર ઘસેડવામાં આવી રહ્યા છે. નગરપાલિકાના પોલીસ અધિકારી વાહનને રોકવા માટે અને મેયરને બચાવવા ત્યાં પહોંચ્યા હતા. પોલીસ અને મેયરનું અપહરણ કરનારા લોકો વચ્ચે મારામારીમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.

  • દક્ષિણ મેક્સિકોમાં રોષે ભરાયેલાં લોકોએ મેયરને સજા આપી
  • ચૂંટણી સમયે ખરાબ રસ્તાને રિપેર કરવાનું વચન પૂરું ન કરતા મેયરને સજા
  • ઉશ્કેરાયેલા લોકોએ મેયરને ગાડી સાથે બાંધી રસ્તા પર ઢસડ્યા
  • ૧૧ લોકોની ધરપકડ કરવામાં આવી

Read Also

Related posts

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi

મર્ડર કેસનો આરોપી ફરાર થઈ જતા સાત પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!