GSTV
ANDAR NI VAT

કદાચ મારામાં પૂરતી યોગ્યતા નથી: મહારાષ્ટ્રની કેબિનેટમાં સ્થાન ન મળતાં પંકજા મુંડેની હૈયાવરાળ

ભારતીય જનતા પાર્ટીના નેતા પંકજા મુંડેએ હૈયાવરાળ ઠાલવી હતી કે મારામાં પૂરતી યોગ્યતા ન હોવાથી મને મહારાષ્ટ્રની કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે પંકજા પિતાનો વારસો લઈને રાજનીતિમાં આવ્યા છે. તેમના પિતા ગોપીનાથ મુંડે મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા હતા. તેમનું 2014માં દિલ્હીમાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

પંકજાએ કહ્યું કે એ લોકો અનુસાર જે યોગ્ય હશે તેમને જ કેબિનેટમાં સમાવવામાં આવશે. આ વિશે મારે કશું કહેવાનું થતું નથી. હું મારું સન્માન જાળવીને રાજનીતિ કરવાની કોશિશ કરું છું.

મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ વિસ્તરણ બાદ એસોસિએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ્સ અને મહારાષ્ટ્ર ઈલેકશન વોચે વિધાનસભા ચૂંટણી દરમિયાન આ મંત્રીઓએ રજૂ કરેલા સોગંદનામાનું વિશ્લેષણ કર્યું હતું. તેમાં જાણવા મળ્યું હતું કે 15 મંત્રીઓ વિરૂદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે. તેમાંથી 13 મંત્રી એવા છે જેની સામે ગંભીર ફોજદારી કેસ છે.

READ ALSO

Related posts

ગુજરાતની ચૂંટણીને ભાજપ વિરૂદ્ધ આપનો રંગ આપવામાં અરવિંદ કેજરીવાલ સફળ

Hemal Vegda

આરજેડી સત્તામાં આવતા લાલુની તબિયત સુધરીઃ ભાજપ વિરુદ્ધ વિપક્ષની એકતા માટે દોડાદોડી શરૂ કરી

Damini Patel

કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટેઃ સંગઠન ચૂંટણી પ્રમુખને હૉસ્પિટલ ખસેડાયા

HARSHAD PATEL
GSTV