GSTV
Home » News » માયાવતીની ભડાસ: BJPને હરાવવા તો સપા-બસપા પૂરતા છે, કોંગ્રેસને કહો ખોટી અફવા ન ફેલાવે

માયાવતીની ભડાસ: BJPને હરાવવા તો સપા-બસપા પૂરતા છે, કોંગ્રેસને કહો ખોટી અફવા ન ફેલાવે

BSP president Mayawati

રવિવારે જ કોંગ્રેસે એલાન કર્યુ હતુ કે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને RLD માટે તેમની પાર્ટી સાત બેઠકો છોડી રહી છે. આ તે બેઠકો છે જ્યાંથી અખિલેશ યાદવ, મુલાયમ સિંહ યાદવ, ડિમ્પલ યાદવ, માયાવતી અથવા અજિત સિંહ અને જયંત ચૌધરી ચૂંટણી મેદાનમાં ઉતરશે.

લોકસભા ચૂંટણી 2019 માટે ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો માહોલ દરરોજ રસપ્રદ વળાંક લઈ રહ્યો છે. મહાગઠબંધનમાંથી આઉટ કોંગ્રેસની દરિયાદિલી પણ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીને સમજાઈ રહી નથી. તેમણે સ્પષ્ટ કહી દીધુ છે કે ભાજપને પરાસ્ત કરવા માટે સપા-બસપાનું ગઠબંધન પૂરતુ છે. એવામાં કોંગ્રેસ મહાગઠબંધનનો ભ્રમ ના ફેલાવે.

rahul gandhi on rafale

બસપા સુપ્રીમોનું કડક વલણ કોંગ્રેસના તે એલાન બાદ સામે આવ્યુ છે. જ્યારે રવિવારે એલાન કરવામાં આવ્યુ હતુ કે કોંગ્રેસ સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ માટે સાત બેઠકો છોડી રહી છે. કોંગ્રેસ આ સાત બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારશે નહીં. આ બેઠકો પર અખિલેશ યાદવ, માયાવતી, મુલાયમ સિંહ યાદવ, ડિમ્પલ યાદવ, ચૌધરી અજીત સિંહ અને જયંત ચૌધરી ચૂંટણી લડશે.

READ ALSO

Related posts

ગ્લોબલ વોર્મિંગને કારણે 8 કરોડ નોકરીઓ નાબૂદ થશે, 2030 સુધીમાં ભારતની સ્થિતિ કાંઇક આવી હશે

Riyaz Parmar

હિમાલયમાં ઝડપથી ગ્લેશિયર પીગળવાનો સિલસિલો યથાવત, પાણીની તંગી સર્જાશે?

Riyaz Parmar

આઇસલેન્ડમાં જોવા મળ્યું જળવાયુ પરિવર્તનનું વરવું દ્રશ્ય, ધરતી માટે જોવા મળ્યા આ સંકેતો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!