GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

ઉત્તર પ્રદેશમાં સપા સાથે છેડો ફાડનાર માયાવતીને લાગશે ઝટકો, નેતાઓ સાથ છોડવા લાગ્યા

બસપાના કેટલાક નેતાઓ પોતાના કાર્યકરો સાથે ભીમ આર્મીના વડા ચંદ્રશેખરના પક્ષમાં જોડાશે. એવી વાતથી સ્વાભાવિક રીતે જ બસપાના અધ્યક્ષ માયાવતી ટેન્શનમાં આવી ગયાં હતાં. રવિવારે બસપાના કેટલાક નેતાઓ ચંદ્રશેખરને મળ્યા હતા અને આ બેઠકમાં વિગતવાર ચર્ચા થઈ હતી. ત્યારબાદ એવી વાતો વહેતી થઇ હતી કે બસપાના આ નેતાઓ ચંદ્રશેખર સાથે જોડાઈ રહ્યા હતા.

કોણ કોણ જોડાયું ચંદ્રશેખર સાથે ?

ચંદ્રશેખરને મળેલા નેતાઓમાં બસપાના કેટલાક ભૂતપૂર્વ ધારાસભ્યો અને લોકસભાની ચૂંટણીના ઉમેદવારોનો સમાવેશ થયો હતો. અન્ય એક અહેવાલ મુજબ બસપાના ભૂતપૂર્વ જિલ્લા અધ્યક્ષ રામલખન ચૌરસિયા, ઈઝહારૂલ હક અને અશોક ચૌધરીએ તો ભીમ આર્મીનું સભ્યપદ સ્વીકારી લીધું હતું.

મારી પોલિટિક્સમાં કોઈ મહત્વાકાંક્ષા નથી

દરમિયાન, ચંદ્રશેખરે એવો દાવો કર્યો હતો કે મારી પોલિટિક્સમાં કોઇ મહત્ત્વાકાંક્ષા નથી. હું મજબૂરીથી રાજકારણમાં પ્રવેશ્યો છું. વાસ્તવમાં હું ગયા વર્ષના ડિસેમ્બરમાં એક પક્ષ રચવાની જાહેરાત કરવાનો હતો પરંતુ સીએએ વિરોધી આંદોલનોના કારણે મેં મુલતવી રાખ્યું હતું. મને લાગ્યું હતું કે ચૂંટણી જીતવા કરતાં સીએએ વિરોધી આંદોલન વધુ મહત્ત્વનું હતું એટલે રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરવાને બદલે મેં સીએએ વિરોધી આંદોલનમાં ઝુકાવી દીધું હતું.

READ ALSO

Related posts

અમદાવાદ : એસટી બસની આથી થશે શરૂઆત, જાણો ક્યાંથી મળશે ટિકિટ અને કેવા હશે નિયમો

Nilesh Jethva

કોરોના મહામારીનો ફાયદો ઉઠાવી રહ્યુ છે ચીન, સમુદ્રમાં કરી રહ્યુ છે આ તૈયારી

Ankita Trada

કોરોનાનો ભરડો: છેલ્લા 24 ક્લાકમાં રાજ્યમાં નવા 438 કેસો નોંધાયા, ચેપગ્રસ્તોનો કુલ આંકડો 16 હજારને પાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!