GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

માયાવતીના ભાઈ પાસે એટલી સંપત્તિ કે અવતાર ફિલ્મનો બીજો ભાગ બની જાય

આવક વેરા વિભાગે બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીના ભાઈ આનંદ કુમાર અને તેમની પત્ની વિરૂદ્ધ ભારે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આવક વેરા વિભાગે તાજેતરમાં દિલ્હી પાસે નોઈડામાં આવેલા 400 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતા એક બેનામી પ્લોટને જપ્ત કરી લીધો છે. હકીકતે આવક વેરા વિભાગ બસપાના ઉપાધ્યક્ષ આનંદ કુમારની સંપત્તિની તપાસ કરી રહ્યું હતું તે સમયે આનંદ કુમાર પાસે નોઈડામાં 28,328 સ્ક્વેર મીટરનો એક બેનામી પ્લોટ હોવાની જાણ થઈ હતી. સાત એકરમાં ફેલાયેલા આ પ્લોટની કિંમત આશરે 400 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. 

દિલ્હી ખાતે આવેલા બેનામી પ્રોહિબિશન યુનિટે(બીપીયુ) 16 જુલાઈના રોજ આનંદ કુમાર અને તેની પત્ની વિચિત્ર લતાના બેનામી પ્લોટને જપ્ત કરી લેવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ 18 જુલાઈના રોજ આવક વેરા વિભાગે તે પ્લોટને જપ્ત કરી લીધો હતો.સૂત્રો તરફથી જાણવા મળ્યા મુજબ આવક વેરા વિભાગ પાસે આનંદ કુમારની અન્ય બેનામી સંપત્તિઓ વિશેની માહિતી પણ છે જે ભવિષ્યમાં જપ્ત થઈ શકે છે. નોંધનીય છે કે આનંદ કુમાર વિરૂદ્ધની કાર્યવાહીની આંચ માયાવતી સુધી પણ પહોંચી શકે છે અને આવક વેરા વિભાગ ઉપરાંત ઈડી પણ આ કેસની તપાસ કરી રહ્યું છે.

તપાસ દરમિયાન ઓછામાં ઓછી છ કંપનીઓના નામ સામે આવ્યા હતા જેની મદદથી બેનામી સંપત્તિ ખરીદવામાં આવી હતી અને દિલ્હીથી કામ કરતા હવાલા ઓપરેટરની મદદથી કંપનીઓને રોકાણ પૂરૂ પાડવામાં આવ્યું હતું. આવક વેરા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ તેઓ માયાવતીના ભાઈ આનંદ કુમારની 1,300 કરોડ રૂપિયાની સંપત્તિની તપાસ કરી રહ્યા છે.

તપાસ દરમિયાન આવક વેરા વિભાગે 2007થી 2014 સુધીમાં આનંદ કુમારની સંપત્તિમાં આશરે 18,000 ટકાનો વધારો નોંધાયો હોવાનો આરોપ લગાવ્યો છે. આનંદ કુમારની સંપત્તિ 7.1 કરોડ રૂપિયાથી વધીને 1,300 કરોડ રૂપિયા થઈ ગઈ છે અને તે જેમાં ડિરેક્ટર છે તેવી 12 જેટલી કંપનીઓ આવક વેરા વિભાગની તપાસમાં આવરી લેવામાં આવી છે.

READ ALSO

Related posts

કોણી અને ઢીંચણના ભાગ કાળા થઈ રહ્યા છે ? ઝડપથી આ ટેસ્ટ કરાવી લેજો નહીં તો થશો હેરાન

Karan

શિલાન્યાસ પ્રસંગે ગઢડા જિલ્લામાં દિવાળી જેવો માહોલ, આતશબાજી સાથે ઉજવણી કરી

Pravin Makwana

બૈરૂત વિસ્ફોટ: 100 લોકોનાં મોત, 4000 ઘાયલ અને 2.50 લાખ લોકો ઘરો ગુમાવ્યા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!