GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

ભાજપને હરાવવા કોઈપણની સાથે ગઠબંધન કરીશુંઃ માયાવતી

2019 લોકસભાની ચૂંટણીને અનુવક્ષીને BSP એટલે બહુજન સમાજ પાર્ટીમાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે. સાથે જ BSP સુપ્રીમો માયાવતીએ એલાન કર્યું કે તેમની પાર્ટી ભાજપને હરાવવા માટે કોઇ પણ પક્ષ સાથે જોડાણ કરવા તૈયાર છે. જનો સ્પષ્ટ અર્થ સમાજવાદી પાર્ટી તરફ છે. દિલ્હીમાં યોજેલી રાષ્ટ્રીય કમિટિની બેઠકમાં ઘણા દિગ્ગજ નેતાઓને તેમના પદેથી પાર્ટીએ મુક્ત કરી દીધા. BSPના ઘણા નેતાઓની યુપીના પાર્ટી સંગઠનમાં દખલગીરી ખતમ કરીને તેમને અન્ય પ્રદેશમાં મોકલી દેવાયા છે. મહત્વની વાત છે કે રાષ્ટ્રીય કમિટીમાં જેટલા પણ નેતાઓ પર માયાવતીએ કાર્યવાહી કરી તે તમામ નેતાઓ પશ્ચિમ યુપી સાથે સંકળાયેલા છે. હવે મનાઇ રહ્યું છે કે માયાવતી જિલ્લા, મંડળ અને ઝોન સ્તરે પણ મોટા ફેરબદલ કરી શકે છે. સૂત્રો મુજબ BSP પ્રમુખ માયાવતીએ નેતાઓને કહ્યું છે કે નેશનલ કોર્ડિનેટર હટાવ્યા બાદ આ પદ સમાપ્ત કરી દેવાયું નથી. પરંતુ તેને હોલ્ડ કરવામાં આવ્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ ત્રણેય રાજ્યોની ચૂંટણી બાદ આ પદ પર નવી નિમણૂક કરવામાં આવશે. માયાવતીએ BSP નેતાઓને મીડિયાથી દૂર રહેવાની સલાહ આપી. સાથે જ ચેતવણી આપી કે કોઇ નેતા જોડાણ પર કંઇ બોલશે નહીં.

Related posts

ધોધમાર વરસાદને પગલે કુતિયાણામાં જળ બંબાકાર, ખેતરોમાં ભરાયા પાણી

pratik shah

શ્રીલંકામાં વડાપ્રધાન મહિંદા રાજપક્ષેને ચૂંટણીમાં મળી ભવ્ય સફળતા, મોદીએ આપ્યા અભિનંદન

Karan

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીવાર કોરોના મુદ્દે કેન્દ્રની મોદી સરકારને ઘેરી, કર્યા આકરા પ્રહાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!