GSTV
Home » News » ગત ચૂંટણીમાં ‘ચાવાળા’ અને આ વખતે વોટ માટે ‘ચોકીદાર’, દેશ બદલાઈ રહ્યો છેઃ માયાવતી

ગત ચૂંટણીમાં ‘ચાવાળા’ અને આ વખતે વોટ માટે ‘ચોકીદાર’, દેશ બદલાઈ રહ્યો છેઃ માયાવતી

સોશિયલ મીડિયા પર આવ્યા બાદ બસપા સુપ્રીમો માયાવતી દરરોજ ટ્વિટ કરી કેન્દ્રની મોદી સરકારને નિશાને લઈ રહ્યા છે. આજે પણ માયાવતીએ ટ્વિટ કરીને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા.

તેમણે કહ્યું કે, શાહી અંદાજમાં જીવતા વ્યક્તિએ ગત લોકસભાની ચૂટંણીમાં પોતાને ચાયવાળા તરીકે જાહેર કર્યા હતા અને હવે ચૂંટણી આવતા તેઓ ચોકીદાર બન્યા છે. આજે દેશમાં કોઈ ચાયવાળો નથી. તેમણે બધાને હવે ચોકીદાર બનાવ્યા છે.

માયાવતી બાદ અખિલેશ યાદવે ટ્વિટ કરીને કહ્યું કે, આજે વિકાસ પૂછી રહ્યો છે કે, જનતાના બેંક ખાતામાંથી જે પૈસાની ચોરી કરવામાં આવી તેનો કોઈ ચોકીદાર છે? મહત્વપૂર્ણ છે કે, ભાજપે સોશિયલ મીડિયા પર હું પણ ચોકીદાર અભિયાન શરૂ કરતા વિપક્ષી પાર્ટીના નેતાઓ ભાજપના નેતાઓને નિશાને લઈ રહ્યા છે.

Read Also

Related posts

UPમાં રણસંગ્રામ: ભાજપનાં આ નેતા બોલ્યા, ફઇ-ભત્રીજો નકલી છે,તેમનાં શાસનમાં જ ભ્રષ્ટાચાર ફુલ્યો-ફાલ્યો હતો

Riyaz Parmar

જયારે નીતાએ ધીરૃભાઇ અંબાણીનો ફોન કેટલીય વાર કાપ્યો…. પિતાએ આપ્યો હતો ઠપકો

Path Shah

કોઇના દબાણમાં આવીને મસૂદ અઝહર પર એક્શન નહી લઇએ : આતંકવાદ પર કાર્યવાહી કરવા પર પાકિસ્તાનનો સ્પષ્ટ ઇનકાર

Bansari