GSTV
Home » News » ‘સંસદમાંજ નહીં પણ સમસ્ત મહિલાઓની માફી માંગે’ આઝમ ખાન પર ભડકી માયાવતી

‘સંસદમાંજ નહીં પણ સમસ્ત મહિલાઓની માફી માંગે’ આઝમ ખાન પર ભડકી માયાવતી

લોકસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને કરેલી ટિપ્પણી અંગે બસપા અધ્યક્ષ માયાવતીએ ટિપ્પણી કરી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ કે, આઝમ ખાન દ્વારા લોકસભા સ્પીકર અંગે કરવામાં આવેલી ટિપ્પણી અશોભનીય છે. તેમનું આ પ્રકારનું વર્તન મહિલા ગરિમાને ઠેસ પહોંચાડવનારૂ છે. જેથી આઝમ ખાને માત્ર સંસદમાંજ નહીં પણ સમસ્ત મહિલાઓ પાસે માફી માગવી જોઈએ.

મહત્વપૂર્ણ છે કે, આઝમ ખાને સ્પીકર રમા દેવી અંગે કરેલી ટિપ્પણી બાદ ઘમાસાણ સર્જાયુ છે. જેથી ભાજપ સહિતની પાર્ટીએ આઝમ ખાનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

જણાવી દઇએ કે સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને આપેલા નિવેદન મામલે કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં આઝમ ખાનનો વિરોધ કર્યો. તેમણે  જણાવ્યુ કે, આઝમ ખાનના નિવેદનથી સંસદ શરમજનક સ્થિતિમાં મુકાઈ છે. સંસદ બહાર મહિલાનું અપમાન કરવામાં આવે તો પોલીસ સંરક્ષણ માગવામાં આવે છે. જ્યારે આ પ્રકારની ઘટના સંસદમાં બને તો આપણે  મૂકદર્શક બનીને બેસી ન શકીએ.

તેમણે જણાવ્યું કે આ કોઇ એવી જગ્યા નથી જ્યાં કોઇ મહિલાની આંખમાં આંખ નાંખવામાં આવે. ઇરાનીએ જણાવ્યા અનુસાર આઝમ ખાન રાજીનામાનો ડ્રામા કરી રહ્યાં છે.

Read Also

Related posts

ટેક્સ બચાવવાની સાથે મૂડીમાં વૃદ્ધિ પણ કરે છે ELSS ફંડ, થોડા-થોડા પૈસાથી પણ કરી શકો છો રોકાણ

Mansi Patel

સબમરીનને પણ તોડી પાડનાર ‘રોમિયો’ હવે ભારતને મળશે, વિશ્વમાં માત્ર અમેરિકા પાસે

Mayur

સોશિયલ મીડિયા પર આ કારણે ટ્રોલ થઈ ટીવીની ક્વીન, યુઝર્સે કહ્યુ- આના કરતા સારું ન કરો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!