સત્તા સામે લડવું ખૂબ અઘરું હોય છે, પછી તમારું નામ માયાવતી હોય કે મમતા. આ બંને કહેવાતા આક્રમક નેતાઓને સમય અને સંજોગે કૂણા પાડી દીધા છે. મોદી સરકારે મમતા બેનરજીની સરકારના એક પછી એક નેતાઓ સામે કાર્યવાહી શરૂ કરતા મમતા બેનરજી ઠંડા પડી ગયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મમતા સરકારના શિક્ષણ મંત્રી પાર્થો ચેટરજીની ધરપકડ કરી.

ત્યારબાદ સીબીઆઈએ તૃણમૂલ કૉંગેસના નેતા અનુવ્રત મંડલને પશુ તસ્કરી મામલે હિરાસતમાં લીધા છે. વિપક્ષનું નેતૃત્વ કરવાનો શોખ રાખતાં મમતા બેનરજીનો તમામ ઉત્સાહ ઓસરી ગયો છે.
તાજેતરમાં તેમણે ભારતના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ વડાપ્રધાન મોદીને મળ્યા હતા. આ બંને નેતાઓને મળી સીધા કલકત્તા રવાના થઈ ગયા હતા. એક પણ વિપક્ષી નેતાને મળ્યા નહોતા.

મમતાના ચહીતા આઈએએસ નેતરામના ઘરે આઈટીના દરોડા પડ્યા પછી માયાવતીનું વલણ ભાજપ પ્રત્યે નરમ પડવાનો પ્રારંભ થયો હતો.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી