GSTV
Home » News » ચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી

ચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી

mayawati news


લોકસભાની ચૂંટણીના પરિણામો સામે આવે તે પહેલા જ રાજકીય નેતાઓમાં દોડ-ધામ વધી ગઇ છે. ત્રીજા મોરચાને વધારે મજબુત કરવાની કસરત કરી રહેલા ચન્દ્રાબાબુ નાયડૂને હવે બસપા સુપ્રીમો માયવતીનો સાથ મળતો નજરે પડી રહ્યો છે. માયાવતી આવતી કાલે સોમવારે દિલ્હી આવી રહ્યા છે. જ્યાં માયાવતીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સાથે બેઠક કરશે. આ અગાઉ નાયડુ પણ રાહુલ ગાંધી અને માયાવતીને મળી ચુક્યા છે.

લોકસભાની ચૂંટણીના પરિણામ આવે એ પહેલાં બસપા સુપ્રીમો માયાવતી સોમવારે લખનઉથી દિલ્હી આવશે અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળશે. ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના વિરોધમાં આક્રમક ભાષાનો ઉપયોગ કરનારી માયાવતીનું આ પગલું ચોંકાવનારું છે. એવું લાગી રહ્યું છે કે ભાજપ પ્રણિત એનડીએને બહુમતી ન મળે તો કેન્દ્રમાં નોન-ભાજપ ગઠબંધન સરકાર બનાવવા માટેની વાતચીત આ મુલાકાતમાં થશે.

શનિવારે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન અને ટીડીપીના નેતા ચંદ્રાબાબુ નાયડુ માયાવતી અને અખિલેશ યાદવને મળ્યા હતા. આ પહેલાં તેઓ શરદ પવાર અને શરદ યાદવને પણ મળ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે યુપીએ હવે એનડીએમાં સામેલ ન હોય એવા પક્ષોની સાથે મળીને કેન્દ્રમાં સરકાર બનાવવા માટેની તૈયારી કરી રહી છે.

માયાવતી અનેકવાર વડા પ્રધાન બનવાની ઈચ્છા જાહેર કરી ચુક્યા છે. અખિલેશ યાદવે પણ આ માટે સમર્થન આપ્યું છે. હવે જોવાનું એ રહે છે કે સોમવારે થનારી આ નેતાઓની બેઠકમાં શું વાતચીત થશે? કોંગ્રેસ પહેલાં જ સ્પષ્ટ કરી ચૂકી છે કે કોઈ પણ ધર્મ નિરપેક્ષ ગઠબંધનની આગેવાની કરવા માટે અમે રાજી છીએ. આનો મતલબ સાફ છે કે કોંગ્રેસ પીએમ પદ માટે કોઈ સમજૂતી કરવા તૈયાર નથી.

મહત્વની વાત એ છે કે માયાવતી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા તૈયાર નહોતી. કોંગ્રેસે આના પગલે ઉત્તર પ્રદેશમાં તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી દીધી. આના પછી મધ્ય પ્રદેશમાં બસપાના એક ઉમેદવારને કોંગ્રેસમાં સામેલ કરી દીધો. આથી માયાવતીએ મધ્ય પ્રદેશમાં કમલનાથની કોંગ્રેસ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવાની જાહેરાત કરી દીધી. જોકે એ પછી પરિસ્થિતિ બદલાઈ અને માયાવતીનો કોંગ્રેસ પ્રતિ રોષ ઓછો થયો.

READ ALSO

Related posts

28 વર્ષ પહેલાં આઝાદ થયો આ દેશ, અહીં વ્યક્તિદીઠ આવક છે 6.39 લાખ અને બાળકોને 15 વર્ષ સુધી ફ્રી શિક્ષા

Mansi Patel

પોતાના જ વિદ્યાર્થી સાથે શિક્ષિકાએ વટાવી તમામ હદ, એટલેથી સંતોષ ન થતા ઘરે લઈ જઈને પણ…

Bansari

વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ બનાવી રહી છે વેબસાઈટ, એક ક્લિકે મળશે દરેક કાર્યકર્તાની માહિતી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!