GSTV
Home » News » માયાવતી : અમારી ચૂંટણીઓની જાહેર બેઠકોમાં ભાજપના ભટકતા જાનવરોને………

માયાવતી : અમારી ચૂંટણીઓની જાહેર બેઠકોમાં ભાજપના ભટકતા જાનવરોને………

બીએસપી સુપ્રિમો માયાવતી, જે ચૂંટણી રેલીને સંબોધવા માટે શુક્રવારે ઉત્તર પ્રદેશના ઉરી પહોંચ્યા હતા. ત્યારે તેમણે ભાજપ પર પ્રહાર કર્યો હતો. માયાવતીએ જણાવ્યું હતું કે ભાજપના રખડતા ભટકતા પશુઓ અમારી ચૂંટણીની જાહેર સભાઓમાં છોડી રહ્યા છે. ત્યારે ગઈકાલે કન્નૌજમાં અમારી જાહેર સભા હતી. ત્યાં અમારા પહેલા ભાજપના રખડતા-ભટકતા પ્રાણી પહોંચી ગયા હતા. ત્યારે માયાવતીએ કહ્યું હતું કે ભાજપે શરારત કરીને અમારી જાહેર સભામાં ભટકતા પ્રાણીઓ મોકલ્યા હતા. વડા પ્રધાન મોદી પર હુમલો કરતા, માયાવતીએ કહ્યું કે ગંગા મૈયા મોદીથી નારાજ છે. ત્યારે આ સમયે પૂજા-પાઠ કામ કરશે નહીં. કોંગ્રેસ અને ભાજપને સત્તામાંથી બહાર લાવીને, જનતા બીએસપીને સત્તામાં લાવશે.

#WATCH A stray bull created ruckus ahead of SP-BSP-RLD rally in Kannauj today;Akhilesh Yadav later said in his speech,”prashashan Hardoi ke baad tayaar to raho ye kahin bhi aa jaayenge shikayat lekar. Unhe laga shayad Hardoi waala helicopter aane waala h,shikhayat karne aaya tha” pic.twitter.com/VL9KobzFXp— ANI UP (@ANINewsUP) April 25, 2019

ઉલ્લેખનીય છે કે ગુરુવારે કન્નોજનાં તિર્વામાં ડીએન કોલેજ રેલી સભા સ્થળ પર અખિલેશ અને માયાવતીનાં હેલિકોપ્ટરનાં કેટલાક સમય પહેલા બપોરે 1.30 વાગ્યાની પહેલાં એક સાંઢ બેરીકેડીંગ તોડીને હેલીપેડ સ્થળ પર ઘુસી આવ્યો હતો. ત્યારે પોલિસકર્મીઓએ તેને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સાંઢે પોલિસવાળા પરજ હુમલો કરી દીધો હતો.

થોડા સમય પછી, લગભગ બે ડઝન પોલીસ અધિકારીઓ સાંઢને ભગાડવામાં લાગી ગયા હતા. તે દરમિયાન સાંઢે આ બધા પોલીસ કર્મચારીઓને દોડાવ્યા હતા. જ્યારે સાંઢે લગભગ એક પછી એક ડઝન પોલીસ કર્મચારીઓને પટકયા હતા. એક સફાઈકર્મીને પણ ટક્કર મારીને ઇજા પહોંચાડી હતી. ત્યારે પછી ફાયર બ્રિગેડની ગાડીઓને તેને ભગાડવા માટે લગાવાવમાં આવી હતી. પરંતુ આ પ્રયાસ પણ નિષ્ફળ રહી હતી. ત્યાર પછી એમ્બ્યુલન્સ અને CO ની કારને લગાડવામાં આવી હતી. ત્યાર પછી ફાયર બ્રિગેડ એ તોફાની સાંઢ પર પાણીનો મારો કરીને ભગાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારે જહેમત પછી તેને બહાર નીકળવામાં સફળતા મળી હતી.

READ ALSO

Related posts

ગુજરાતમાંથી 26માંથી 26 બેઠક જીત્યા બાદ રૂપાણીના કદમાં વધારો

Dharika Jansari

સેન્સેક્સ 40000 અને નિફટીમાં 12000ના નવા વિક્રમની રચના

Dharika Jansari

રાહુલ ગાંધી સહિતના દિગ્ગજોની હાર બાદ સમીક્ષા માટે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!