GSTV
Home » News » સાત બેઠકો છોડી દેવાની જાહેરાત બાદ બસપા સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસને આપી કડક ચેતવણી

સાત બેઠકો છોડી દેવાની જાહેરાત બાદ બસપા સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસને આપી કડક ચેતવણી

mayawati

ઉત્તર પ્રદેશમાં સપા-બસપા-આરએલડી માટે સાત બેઠકો છોડી દેવાની કોંગ્રેસની જાહેરાત પછી બસપા સુપ્રીમો માયાવતીએ આજે કોંગ્રેસે કડક ચેતવણી આપી હતી કે તે લોકોને ગેરમાર્ગે ન દોેરે કારણકે કોંગ્રેસ સાથે કોઇ પણ પ્રકારનું જોડાણ કરવામાં આવ્યું નથી તથા સપા-બસપા-આરએલડીનું ગઠબંધન પોતાના જોરે ભાજપને હરાવવા સક્ષમ છે. 

આ ઉપરાંત માયાવતીએ કોંગ્રેસને ઉત્તર પ્રદેશની તમામ ૮૦ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાનો પડકાર ફેંક્યો હતો. ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણી થવાની છે. 

માયાવતીની આ ચેતવણી પછી સમાજ વાદી પાર્ટીએ પણ એક નિવેદનમાં કોંગ્રેસની ટીકા કરતા જણાવ્યું હતું કે તેણે લોકોને ગેરમાર્ગે ન દોરવા જોઇએ. સપાએ પણ જણાવ્યું હતું કે અમારું ગઠબંધન ઉત્તર પ્રદેશમાં ભાજપને હરાવવા સક્ષમ છે. 

બસપા અને સપાની આ ટિપ્પણી પછી કોંગ્રેસ વતી પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટતા કરી હતી કે કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરી રહી નથી પણ ભાજપને હરાવવા માગે છે. 

બસપા પ્રમુખ મયાવતીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે બસપાએ કોંગ્રેસ સાથે કોઇ પણ પ્રકારનું ગઠબંધન કર્યુ નથી. માયાવતીએ વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ તમામ ૮૦ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવા સ્વતંત્ર છે. બીજા શબ્દોમાં કહું તો અમારું બસપા-સપા-આરએલડી ગઠબંધન ઉત્તર પ્રદેશમાં ભાજપને હરાવવા સક્ષમ છે. 

ઉલ્લેખનીય છે કે બસપા-સપા-આરએલડી વચ્ચે થયેલા ગઠબંધન મુજબ ઉત્તર પ્રદેશની ૮૦ લોકસભા બેઠકો પૈકી બસપા ૩૮, સપા ૩૭ અને આરએલડી ૩ બેઠકો પર ચૂંટણી લડશે. આ ગઠબંધને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના સમર્થનમાં રાયબરેલી અને અમેઠી બેઠક પર ઉમેદવાર ઉભા નહીં રાખવાનો નિર્ણય લીધો છે. 

કોંગ્રેસ ગઇકાલે જાહેરાત કરી હતી કે તે અખિલેશ યાદવ, માયાવતી, મુલાયમ સિંહ યાદવ, ડિમ્પલ યાદવ, ચૌધરી અજિત સિંહ અને જયંત ચૌધરી જે બેઠકો પરથી ચૂંટણી લડશે તેના પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે નહીં. 

Related posts

કેશોદનાં તુવેર કૌભાંડમાં તપાસ શરૂ, ખેડૂતોએ પુરવઠા અધિકારીનો હુરીયો બોલાવ્યો

Riyaz Parmar

વારાણસીમાં PM મોદીનો રોડ-શો, ઉમેદવારી પહેલા દરેકનાં દિલ જીતવાની આ છે સ્ટ્રેટેજી

Riyaz Parmar

અધધધ…ચોથા તબક્કાનાં 300થી વધુ ઉમેદવારો કરોડપતિ,આ ઉમેદવાર તો સાક્ષાત ધનકુબેર

Riyaz Parmar