GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

64માં જન્મદિવસ પર માયાવતીએ મોદી સરકારને લીધી આડેહાથ, અર્થવ્યવસ્થા બીમાર છે

બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ પોતાના 64માં જન્મદિવસ પર પ્રેસ કોન્ફરન્સ કરી મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. લખનઉની મીડિયાને સંબોધિત કરતા તેમણે મોદી સરકારની યોજના અને બીમાર અર્થતંત્રનું વિશેષણ આપી મોદી સરકારને આડેહાથ લીધી હતી. માયાવતીએ નરેન્દ્ર મોદીની સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, અર્થવ્યવસ્થા બીમાર છે અને 130 કરોડ લોકોની રોજની રોજી-રોટી સંકટમાં છે.

પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ સત્તાના દુરઉપયોગની વાતને છેડતા કહ્યું હતું કે, બીજેપીએ પોતાના અંગત સ્વાર્થ ખાતર સત્તાનો દુરઉપયોગ કર્યો છે. કેન્દ્રની તમામ નીતિઓ સંપૂર્ણ રીતે ભૂલ ભરેલી છે. અને આ કારણે જ આ સમયે ગરીબી, નિરક્ષરતા અને તણાવનો માહોલ પ્રવર્તી રહ્યો છે. માયાવતીએ આ સાથે ઉમેર્યું હતું કે, આદિવાસી, ગરીબ, મુસ્લિમ અને બીજા ધાર્મિક અલ્પસંખ્યકો સરકારથી વધારે પરેશાન છે.

બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, કોંગ્રેસની માફક જ ભાજપે પણ જનહીતના મુદ્દાઓને બાજુમાં મુકી દીધા છે. સમગ્ર દેશમાં અરાજકતા અને તણાવનો માહોલ છે. વર્તમાન સરકારની ખોટી નીતિઓના કારણે તણાવની સ્થિતિ પેદા થઈ છે. માયાવતીએ કહ્યું કે, ભાજપની આ ઉણપોને કારણે જ કોંગ્રેસ એન્ડ કંમ્પની તેનો ફાયદો ઉઠાવી રહી છે. બસપા આ સ્થિતને લઈ ઘણી જ ચિંતિત છે.

READ ALSO

Related posts

5 કલાકમાં જ એક મિલિયન ફોલોવર્સ બનાવનાર અભિનેત્રી નગ્ન ફોટાની હરાજી કરી આ માટે મેળવશે નાણાં

Dilip Patel

ગુજરાતી સમોસા અને ખીચડી : ઓસ્ટ્રેલિયાના પીએમના વળગ્યા દાઢે, મોદી પાસે કરી મીટિંગમાં આ માગ

Mansi Patel

પાકિસ્તાનને નવો પ્રસ્તાવ કરવો ભારે પડ્યો, સાઉદી અરબ, યુએઈ બાદ હવે કતારે પણ આપ્યો ઝાટકો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!