GSTV
Home » News » બસપા અધ્યક્ષ માયાવતીને સુપ્રીમ કોર્ટે મોટો ઝાટકો આપ્યો, હવે ચાલશે ચૂંટણીપંચનો આદેશ

બસપા અધ્યક્ષ માયાવતીને સુપ્રીમ કોર્ટે મોટો ઝાટકો આપ્યો, હવે ચાલશે ચૂંટણીપંચનો આદેશ

Mayawati banned

બસપા અધ્યક્ષ માયાવતીને સુપ્રીમ કોર્ટે મોટો ઝાટકો આપ્યો. સુપ્રીમ કોર્ટે માયાવતીએ કરેલી પ્રતિબંધ હટાવવાની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. જેથી માયાવતી પર પ્રતિબંધ લાગુ રહેશે. સુપ્રીમ કોર્ટે બાદમાં કહ્યુ કે, ચૂંટણી પંચ હવે પોતાની શક્તિનો ઉપયોગ કરી રહ્યુ છે. ચૂંટણી પંચે આચાર સંહિતાનું પાલન ન કરનારા નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી.

mayawati news

માયાવતીએ પ્રતિબંધ બાદ આજે યોજાનારી રેલી માટે સુપ્રીમ કોર્ટમાં મંજૂરી માગતી અરજી કરી હતી. જોકે, સુપ્રીમે માયાવતીની અરજી પર સુનાવણી કરવા ઇનકાર કર્યો. કોર્ટે કહ્યુ કે અત્યારે કોઈપણ પ્રકારના આદેશ આપવાની જરૂર નથી. જેથી માયાવતી પર ચૂંટણી પ્રચારનો પ્રતિબંધ લાગુ રહેશે.

mayawati

મહત્વપૂર્ણ છે કે દેવબંદમાં સંયુક્ત રેલીમાં માયાવતીએ મુસ્લિમ મતદારોને મહાગઠબંધનના પક્ષમાં મતદાન કરવા અપીલ કરી હતી. જે બાદ આ મામલે ચૂંટણી પંચે માયાવતી પાસે જવાબ માગ્યો હતો. પરંતુ માયાવતીએ ચૂંટણી પંચને જવાબ ન આપતા તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

READ ALSO

Related posts

ગાડી સાથે દુર્ઘટના થવાથી વીમા કંપની નહી રોકી શકે તમારો ક્લેમ! જાણી લ્યો આ 5 વાતો

Path Shah

ચોથા તબક્કામાં 23 ટકા ઉમેદવારો સામે ગંભીર ગુનાની ફરિયાદો, પાર્ટીઓને શું નથી મળતા ઉમેદવારો?

Path Shah

અક્ષય કુમાર પાસે પીએમ મોદીએ કર્યા અનેક સ્ફોટક ખુલાસાઓ, નહીં વાંચો તો ચૂકશો તક

Riyaz Parmar