GSTV

દિલ્હીમાં પાંડેજીની દબંગાઈ: નશામાં ધૂત લેડિઝ ટોયલેટમાં ધૂસ્યા, વિરોધ કર્યો તો કાઢી રિલોલ્વર

Last Updated on October 16, 2018 by Karan

રાજધાની નવી દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાના લિરેલિરા ઉડાડતો એક મામલો સામે આવ્યો છે. દિલ્હીમાં આવેલી એક ફાઈવસ્ટાર હોટલની બહાર બીએસપીના ભૂતપૂર્વ સાંસદનો પુત્ર ગુલાબી પેન્ટ પહેરીને હાથમાં તમંચો લહેરાવતો દેખાયો હતો.  દિલ્હી પોતાના બાપની હોય તેમ રાજકારણીઅોઅે અને અધિકારીઅોના દીકરા ખુલ્લેઅામ દાદાગીરી કરી બાપના નામનો રોફથી વટ મારે છે. અાવા અેક નહીં અનેક કિસ્સાઅો છે. અા જ પ્રકારનો વધુ અેક બનાવ ફરી પ્રકાશમાં અાવ્યો છે. રાજધાની દિલ્હીમાં બહુજન સમાજ પાર્ટીના નેતાની 5 સ્ટાર હોટલમાં ખુલમખુલ્લી દબંગાઈ સામે આવી છે. દિલ્હીની 5 સ્ટાર હોટલ હયાતના પ્રાંગણમાં બીએસપીના પૂર્વ સાંસદનો દિકરો ખુલ્લેઆમ હાથમાં પિસ્તોલ લઈને નિકળે છે અને ત્યાં રહેલા એક યુવક યુવતીને ધમકાવે છે. સ્ટાફ સમજાવાનો પ્રયાસ કરે છે છતાં તે દાદાગીરી છોડી રહ્યો નથી. પોલીસે હવે દબંગાઈ કરનાર પાંડેજીની શોધખોળ હાથ ધરી છે. અા લખાઈ રહ્યું છે ત્યાં સુધી માયાવતી પાર્ટીના અા નેતાનો દીકરો ફરાર છે.

હાથમાં બંદૂક લઈને ફરી રહેલા આ દબંગનું નામ આશીષ પાંડે છે, જે બીએસપીના પૂર્વ સાંસદ રાકેશ પાંડેનો પુત્ર છે. આશીષ પોતે પણ અકબરપુરથી વિધાનસભાની ચૂંટણી લડી ચુક્યો છે. આશીષ લખનૌનો રહેવાસી છે, ગોમતીનગર અને હજરતગંજમાં તેના અને તેના પરિવારનું મકાન છે. આશીષ લખનૌમાં દારૂ અને રિયલ એસ્ટેટનો ધંધો કરે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે જ એમાં આશીષ પાંડે હોટલના ગેટની બહાર જ એક કપલને ધમકાવી રહ્યો છે. વીડિયોમાં બંદૂકધારી આશીષ સાથે એક યુવતી પણ છે, જે ઉભેલા કપલને સતત ગાળો બોલી રહી છે. હોટલ મેજેનર તરફથી નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુંસાર આ વીડિયો 13 ઓક્ટોબરની રાતનો છે. અા મામલામાં અેક વ્યક્તિ વચ્ચે પડીને સમજાવીને અા દબંગ પાંડેને લઇ ગયો હતો.

આશીષ પર આર્મ એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આશીષ જે વ્યક્તિને બંદૂક લઈને ડરાવી રહ્યો છે તેની સાથે સાથે જે મહિલા છે તે વોશરૂમમાં ગઈ હતી. આશીષે નશાની હાલતમાં લેડીઝ વોશરૂમમાં ઘુસી ગયો હતો. જેનો મહિલાએ વિરોધ કર્યો હતો, અને આ વાત પર જ આશીષે મહિલા અને કપલ પર બંદૂક તાણી દીધી હતી.  વોશરૂમમાં જવું અે ગુનો ન હોય તેમ અા દબંગ પાંડેઅે કપલને અાડેહાખ લીધા હતા અને બંદુક કાઢી લીધી હતી. આશિષ પાંડે સતત બંદૂક લહેરાવીને યુગલને ધમકાવી રહ્યો હતો. ત્યારે એખ અન્ય વ્યક્તિએ આવીને તેને સમજાવીને કારમાં બેસાડયો હતો. આરોપી શખ્શ આશિષ પાંડે બહુજન સમાજ પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ રાકેશ પાંડેનો પુત્ર છે. આશિષ પાંડે લખનૌના ગોમતીનગર અને હજરતગંજમાં તેનું અને તેના પરિવારનું મકાન ધરાવે છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આશીષ ફરાર છે, તેને શોધી કાઢવાના પ્રયાસ યથાવત છે. આશીષને શોધી કાઢવા માટે પોલીસની એક ટીમ લખનૌ મોકલવામાં આવી છે. પોલીસ હવે અેક્શનમાં અાવી છે પણ 5 સ્ટાર હોટલ પર બનેલી અા ઘટનાને પગલે અેક કપલ પર જીવનું જોખમ સર્જાયું હતું. આશિષનો નાનો ભાઈ રીતેશ પાંડે આંબેડકરનગરની જલાલપુર વિધાનસભા બેઠક પરથી બીએસપીનો ધારાસભ્ય છે. આશિષ પાંડેના કાકા પવન પાંડે ઉત્તરપ્રદેશના માથાભારે નેતાઓમાં ગણતરી ધરાવે છે. પવન પાંડે શિવસેનાના ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. 2014માં સુલ્તાનપુર બેઠક પરથી પવન પાંડે બીએસપીની ટિકિટ પર ભાજપના વરુણ ગાંધી સામે ચૂંટણી લડયા હતા અને હારી ગયા હતા. પવન પાંડેની સુલ્તાનપુરથી માંડીને ફૈઝાબાદ સુધી દાદાગીરી ચાલે છે.

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!