GSTV
Home » News » આ ક્રિકેટરની પત્નીએ રૈના પાસે માંગ્યો વાઇફાઇ પાસવર્ડ, મળ્યો આવો જવાબ

આ ક્રિકેટરની પત્નીએ રૈના પાસે માંગ્યો વાઇફાઇ પાસવર્ડ, મળ્યો આવો જવાબ

કાનપુરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી વન ડે મેચ દરમિયાન બંને ટીમો જીત માટે સંઘર્ષ કરી રહી ત્યારે બીજી તરફ કોમેન્ટટર અને ઓલરાઉન્ડર ખેલાડી સ્ટુઅર્ટ બિન્નીની પત્ની મંયતી લંગર વાઇફાઇ માટે મૂંઝવણમાં મૂકાઇ ગઇ હતી. મંયતીએ સોશિયલ મીડિયા પર ભારતીય ટીમની બહાર ચાલી રહેલા ક્રિકેટર સુરેશ રૈના પાસે વાઇફાઇ પાસવર્ડ માંગવો પડ્યો હતો. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર આ મેસેજ વાયરલ થતાં કેટલાક ક્રિકેટ પ્રશંસકોએ જવાબ આપ્યો હતો.

વાસ્તવમાં મયંતી લંગર જ્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વન ડે મેચ કવર કરી રહી હતી ત્યારે ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં તેણે ઇન્ટરનેટ માટે વાઇફાઇનું નેટવર્ક સર્ચ કર્યું હતું.જેમાં તમામ વાઇફાઇના ઓપ્શન આવી ગયા હતા. જેમાં એક નામ સુરેશ રૈનાનું પણ હતું. આ દરમિયાન તેણે મસ્તી કરવા માટે સ્ક્રીનશોર્ટ લીધો હતો અને ફરી ટ્વિટ કરી સુરેશ રૈના પાસે આ નેટવર્કનો પાસવર્ડ પૂછયો હતો. મંયતીએ લખ્યું હતું કે, હેલો રૈના. શું મને તમારા વાઇફાઇનો પાસવર્ડ મળી શકે છે? જો કે, સુરેશ રૈનાએ તેનો જવાબ આપ્યો ન હતો. પરંતુ, કેટલાક ક્રિકેટ પ્રશંસકોએ તેને જવાબ આપ્યો હતો.

Related posts

ગુજરાતમાં વન વિભાગની ગંભીર બેદરકારી, આ પોસ્ટ છેલ્લા 20 દિવસથી છે ખાલી

Nilesh Jethva

SBIના ગ્રાહકો નાણાં કરી લો સિક્યોર, આ ટીપ્સ ફોલો કરશો તો નહીં લાગે ક્યારેય ચુનો

Arohi

EPFOમાં ભરતી બહાર પડી : આવી રીતે કરો અરજી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!