ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પૂનામાં રમાઈ રહેલ બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે મયંક અગ્રવાલના હેલ્મેટ પર એક ફાસ્ટ બાઉન્સર આવીને ટકરાયો. આ ઘટના ભારતીય ઈનિંગના 11મી ઓવરમાં ઘટી.
ઉલ્લેખનિય છે કે, ભારતીય ઈનિંગની 11 મી ઓવરમાં સાઉથ આફ્રિકા માટે ડેબ્યૂ કરી રહેલ એરિક નૉર્ટજેના ફેંકેલ દડાથી મયંક બચી ન શક્યો.


મયંકે નમીને દડાને છોડવાનો પ્રયત્ન કર્યો, છતાં દડો સીધો હેલ્મેટ પર જોરથી અથડાયો. હેલ્મેટમાં અથડાયા બાદ એ વિકેટાકીપરના ઉપરથી બાયના ચાર રન માટે જતો રહ્યો, પરંતુ મયંક અસહજ લાગ્યો.
મયંક અગ્રવાલના માથા પર દડો વાગવાથી ટીમના ફિજિયો નિતિન પટેલ મેદાન પર આવ્યા અને તેમણે મયંક અગ્રવાલની તપાસ કરો. સાથે જ મયંકે તેનું હેલ્મેટ બદલી નાખ્યું.
First the Knock, then the Punch for 4 https://t.co/PT3xq7hcWf
— Tarun Singh Verma (@TarunSinghVerm1) October 10, 2019
દડો વાગ્યા બાદ મયંકની ગરદનમાં પણ થોડી તકલીફ જણાઈ, જે વિશે તેણે નિતિન પટેલને જણાવ્યું. ત્યારબાદ તેની ગરદનની પણ તપાસ કરવામાં આવી. ત્યારબાદ મયંકને બેટિંગ ચાલું રાખવાની મંજૂરી આપી દેવામાં આવી.