મયંક અગ્રવાલના નામે છે અનોખો રેકોર્ડ, સચિન-સહેવાગ પણ નથી મેળવી શક્યા આ સિદ્ધી

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરીઝ 1-1થી બરાબરી પર છે. હજુ બે મેચ રમાવાની બાકી છે. ત્રીજો મુકાબલો ઐતિહાસિક બોક્સિંગ-ડે ટેસ્ટ રૂપે યાદ રાખવામાં આવશે. આ વખતે ટીમ ઇન્ડિયા ત્રીજો મુકાબલો જીતવાના મનસૂબા સાથે મેદાનમાં ઉતરશે. કદાચ એટલા માટે જ મેચના એક દિવસ પહેલાં જ પ્લેઇંગ ઇલેવનની ઘોષણા કરી છે. મયંકને ડેબ્યૂ કરવાની તક મળી છે.

જ્યારેમયંકે 2017-18ની રણજી સીઝનમાં સૌથી વધુ 1160 રન બનાવ્યા હતાં ત્યારે તે ચર્ચામાં આવ્યો હતો. તેવું માનવામાં આવી રહ્યું હતું કે વેસ્ટ ઇન્ડીઝ સામેની ગત ઘરેલૂ ટેસ્ટ સીરીઝમાં મયંકને તક મળશે પરંતુ તેને સ્થાન ન મળ્યું. પૃથ્વીએ પહલી જ ટેસ્ટમાં સદી ફટકારીને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

2 ટેસ્ટ મેચમાં 237 રન બનાવીને ઓસ્ટ્રેલા સુધી પહોંચેલા પૃથ્વી શૉ માટે આ એક સોનેરી તક હતી પરંતુ પ્રેક્ટિસ મેચમાં ઇજાગ્રસ્ત થઇ જતાં તેના સ્થાને મયંકને સ્થાન આપવામાં આવે તેના પર પ્રશંસકોની નજર હતી. મયંક અગ્રવાલે 2013માં પ્રથમ શ્રેણી ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ.

સપ્ટેમ્બર 2017ના તેના તમામ ફોર્મેટમાં પ્રદર્શન પર નજર કરીએ તો ચોંકાવનારા આંકડા સામે આવે છે. આ દરમિયાન પહેલી 6 ઇનિંગમાં તે 94 રન જ બનાવી શક્યો છે. પરંતુ રણજી ટ્રોફીની આગામી ઇનિંગ (નવેમ્બર 2017)માં મયંકે અણનમ ત્રેવડી સદી (304) ફટકારી હતી. અને ત્યારથી 75 ઇનિંગમાં (ત્રણેય ફોર્મેટ) મયંકે 56.40ની સરેરાશથી 4005 રન બનાવ્યા છે જેમાં તેના 13 સદી અને 16 અડધી સદી ફટકારી.

મયંક અગ્રવાલે રણજીના 2017-18 સીઝનમાં એક એવી સિદ્ધી મેળવી જે આજ સુધી કોઇ ભારતીય બેટ્સમેન કરી શક્યુ નથી. ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સચિન-સહેવાગ જેવા દિગ્ગજો પણ આ રેકોર્ડ બનાવી શક્યા નથી. હકીકતમાં મયંક અગ્રવાલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા ફક્ત એક મહિનામાં 1033 ફટકાર્યા. આવું કરનાર તે ભારતના એકમાત્ર બેટ્સમેન છે. જો કે એક મહિનામાં સૌથી વધુ ફર્સ્ટ ક્લાસ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ ઇંગ્લેન્ડના પૂર્વ ધુરંધર સર લેન હટનના નામે છે જેમણે જૂન 1949માં સૌથી વધુ 1294 રન બનાવ્યા હતા.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter