GSTV

મોટા સમાચાર / આ ભારતીય સ્ટાર બેટ્સમેન ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર, નેટ સેશન દરમિયાન માથામાં ઇજા થઇ

Last Updated on August 2, 2021 by Zainul Ansari

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ શરૂ થવામાં બે દિવસ બાકી છે, ત્યારે ટીમ ઇન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન મયંક અગ્રવાલ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. તેને માથામાં ઇજા થઇ છે. નેટ સેશન દરમિયાન તેને માથામાં ઇજા થઇ છે. ઉલ્લેખનીય છે કે સીરીઝની પ્રથમ મેચ 4 ઓગસ્ટે છે.

ભારતના ઓપનર મયંક અગ્રવાલ ઇંગ્લેન્ડ વિરુદ્ધ શરૂઆતી ટેસ્ટ પહેલા નેટ સેશન દરમિયાન ટીમના સાથી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની શોર્ટ બોલ માથા પર લાગવાના કારણે ઇજાગ્રસ્ત થયો છે. ઇંગ્લેન્ડ પ્રવાસે ગયેલા ભારતીય બોલરોમાં સિરાજ સૌથી ફાસ્ટ બોલિંગ કરે છે. બુધવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન મયંકે તેની શોર્ટ બોલ પરથી નજર હટાવી હતી, ત્યારબાદ બોલ તેના માથાના પાછળના ભાગે હેલમેટ પર વાગી હતી.

જો મયંક અગ્રવાલ પીચ પર ઉતરવામાં સક્ષમ નહીં હોય તો, ઓપનર તરીકે કેએલ રાહુલ મેદાને ઉતરશે. રાહુલે મોટાભાગની ટેસ્ટ મેચમાં ઇનિંગની શરૂઆત કરી છે, પરંતુ હાલ તે મિડલમાં રમવાનું પસંદ કરે છે. ટીમમાં ઓપનિંગ બેટ્સમેનનો બીજો એક વિકલ્પ અભિમન્યુ ઈશ્વરન છે.

Read Also

Related posts

સસ્તા થશે પેટ્રોલ-ડીઝલ! નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની આજે બેઠક, લેવાઇ શકે છે મોટો નિર્ણય

Bansari

પીએમ મોદીનો આજે 71મો જન્મદિવસ: યોગી-શાહ-રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા, દેશભરમાં આ ખાસ અંદાજમાં ઉજવણી

Bansari

સરકાર બની ગઈ હોય તો હવે કામે લાગો: STના કર્મચારીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ, આંદોલનના મૂડમાં છે કર્મચારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!