GSTV
Home » News » 22 મહિનામાં સૌથી નીચે આવ્યો દેશનો જથ્થાબંધ મોંઘવારી દર, મે મહિનામાં 2.45% રહ્યો મોંઘવારી દર

22 મહિનામાં સૌથી નીચે આવ્યો દેશનો જથ્થાબંધ મોંઘવારી દર, મે મહિનામાં 2.45% રહ્યો મોંઘવારી દર

મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો ઘટીને ર.૪પ ટકા રહ્યો છે જ્યારે એપ્રિલમાં ફુગાવો ૩.૦૭ ટકા હતો. ગત મહિને જથ્થાબંધ ફુગાવો રર મહિનાને તળિયે એટલે જુલાઈ ર૦૧૭ પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો હતો. વિશ્લેષ્કોએ ડબ્લુપીઆઈ ઈન્ફ્લેશન ૩.૦૬ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. મે ર૦૧૮માં જથ્થાબંધ ફુગાવો ૪.૮૦ ટકા હતો. તે પછી ફુગાવામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સમાં ફુગાવો ઘટીને ૧.ર૮ ટકા થયો છે જે અગાઉના મહિને ૧.૭ર ટકા હતો. શાકભાજીના ભાવમાં ૩૩.૧પ ટકા ઘટયા હતા જ્યારે અગાઉના મહિને શાકભાજીના ભાવ ૪૦.૬પ ટકા ઘટયાં હતાં. ઈંડા, મેટલ અને અન્ય વસ્તુના ભાવમાં પ.૬૪ ટકાનો ઘટાડો થયો છે જ્યારે અગાઉના મહિને ૬.૯૪ ટકા ઘટાડો થયો હતો. જો કે, ડુંગળીના ભાવમાં વધારો થયો છે આ ગાળામાં ડુંગળીના ભાવમાં ૧પ.૮૯ ટકાનો વધારો થયો છે.

સપ્તાહ દરમિયાન રિટેલ ફુગાવાના આંકડા પણ જાહેર થયા હતા જેમાં મેમાં રિટેલ ફુગાવો ૩.૦પ ટકા રહ્યો હતો જે સાત મહિનાની ઊંચી સપાટી માનવામાં આવે છે. આવી જ રીતે કોર ઈનફ્લેશન ઘટીને ૧.ર ટકા રહ્યો છે. ફૂડ બાસ્કેટમાં ફુગાવો ૬.૯૯ ટકા રહ્યો છે જે એપ્રિલમાં ૭.૩૭ ટકા હતો. બીજી બાજુ ફ્યૂઅલ અને પાવર કેટેગરીમાં ફુગાવો ઘટીને ૦.૯૮ ટકા થયો છે જે અગાઉના મહિને ૩.૮૪ ટકા હતો.

ભારતીય રિઝર્વ બેન્ક પોતાની નીતિ નક્કી કરતી વખતે ફુગાવાના આંકડા સર્વ પ્રથમ ધ્યાન લેવામાં આવે છે. ૬ જૂનના રોજ પોલિસી બેઠકમાં રેપો રેટ ઘટીને પ.૭પ ટકા કરવામાં આવ્યો છે જે અગાઉ છ ટકા હતો. ર૦૧૯-ર૦ના પ્રથમ છ મહિનામાં ફુગાવો ૩થી ૩.૧ ટકા રહેવાની ધારણા કરી છે.

READ ALSO

Related posts

PM મોદીને મળશે દુબઇનો સર્વોચ્ચ એવોર્ડ, વડાપ્રધાન 26 ઓગષ્ટથી ત્રણ દેશોનાં પ્રવાસે

Riyaz Parmar

અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ શાળાના ફાધર સામે મહિલાએ લગાવ્યો ગંભીર આરોપ, આંતર રાષ્ટ્રીય હીન્દુ સેનાએ આપી આ ચીમકી

Nilesh Jethva

ગુજ્જુ એક્ટ્રેસનો સેક્સી પૉલ ડાન્સ, Video જોઇને ધબકારો ચુકી જશો એની ગેરેન્ટી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!