GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ઓબીસી અનામતમાં થઇ શકે છે ફેરફાર, મોદી સરકાર કરી રહી છે આ તૈયારી

દેશમાં આર્થિક આધાર પર અનામત બાદ મોદી સરકાર ફરી એક વખત ઓબીસીની અનામતમાં ભાગીદારી નક્કી કરવા સક્રિય થઈ રહી છે. સરકાર લોકસભા ચૂંટણી પહેલા ઓબીસી કમિશનની રિપોર્ટ તૈયાર કરીને રજૂ કરવાની તૈયારીમાં છે. તે માટે તમામ મંત્રાલયોને તેમના ત્યાં કામ કરતા ઓબીસી કર્મચારીઓની સંખ્યા આપવા કહેવાયુ છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ તરફથી 12 જાન્યુઆરીએ ખાસ નિર્દેશ આપવામાં આવ્યા.

જેમાં ઓબીસી કર્મચારીઓની લીસ્ટ માંગવામાં આવી છે. સૂત્રના મતે સરકાર પોતાના અંતિમ સત્રમાં કમિશનની રિપોર્ટ મુકી શકે છે. ઉલ્લેખનિય છે કે, 31 જાન્યુઆરીએ સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યુ છે. જે 13 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. જસરકાર આ રિપોર્ટના આધારે ઓબીસી પ્રતિનિધિત્વમાં બદલાવ કરશે અને તેમા સામેલ જાતિઓનું ફરીથી વર્ગીકરણ કરશે.

સરકાર નાની-નાની ઓબીસી જાતિઓને પણ અનામતમાં સમાન પ્રતિનિધિત્વ મળે તેવી ઈચ્છા રાખી રહી છે. જોકે વિપક્ષ દ્વારા ઓબીસી અનામત 27 ટકાથી વધારીને 54 ટકા કરવાની માંગ કરવામાં આવી છે અને આથી સરકાર કમિશનના રિપોર્ટને કાઉન્ટર તરીકે ઉપયોગ કરી શકે છે.

Read Also

Related posts

ભૂમિ પૂજન માટે સાજ-શણગારથી સજ્જ અયોધ્યા, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પહોંચશે પીએમ મોદી

pratik shah

ગોંડલના મોવિયામાં ચાલતી અનોખી રામ નામ લેખન બેંક, સવા લાખથી વધુ રામલેખન બુકનું વિતરણ

pratik shah

અવધમાં આજે દિવાળી, 500 વર્ષ પછી જન્મભૂમિમાં રામ મંદિરનો થશે શિલાન્યાસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!