GSTV
Gujarat Government Advertisement

ખુશખબર! 1મેથી લોન થશે સસ્તી, આ લોકોને મળશે લાભ

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) ઋણ (લોન) 1 મેથી સસ્તી કરશે. એસબીઆઇના જણાવ્યા મુજબ 1 લી મેથી એક લાખ રૂપિયાથી વધુની લોન સસ્તી થઇ જશે. પરંતુ 1 લી મેથી, એસબીઆઈમાં ડિપોઝિટ રેટ પણ ઘટશે. બાહ્ય બેન્ચમાર્કના દરોને લિંક કરવાને લીધે ગ્રાહકોને તેમના દરો ઘટાડવાનો લાભ મળશે. બાહ્ય બેંચમાર્કિંગ નિયમ હેઠળ આ પહેલ કરનાર એસબીઆઈ દેશની પ્રથમ બેંક છે.

ફક્ત આ લોકોને જ મળશે લાભ

PF

એસબીઆઈ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા નીતિગત દરોમાં ફેરફારનો ફાયદો ગ્રાહકોને તરત જ આપવાના ઉદ્દેશ્ય સાથે સેવિંગ ડિપોઝીટ અને ઓછા સમયગાળાની લોનના વ્યાજ દરને રેપો રેટ સાથે જોડવાનો નિર્ણય 1 લી મે, 2019થી લાગુ થશે. જોકે, તેનાથી  એસબીઆઈના દરેક ગ્રાહકોને આ નિર્ણયનો ફાયદો થશે નહીં. નવો નિયમ ફક્ત તે ખાતાઓને લાગુ પડશે, જેમાં રૂ. 1 લાખથી વધુ બેલેન્સ હશે.

બાહ્ય બેંચમાર્કિંગ શું છે

 બાહ્ય બેંચમાર્કિંગના નિયમો હેઠળ લોનમાં ફ્લોટિંગ વ્યાજદર રેપો રેટ અથવા સરકારી જામીનગીરીમાં રોકાણ પર ઊપજ તરીકે બાહ્ય પરિમાણો સાથે સાંકળવામાં આવશે. આનો ફાયદો એ છે કે આરબીઆઇદ્વારા પોલિસી રેટ ઘટાડવામાં અને વધારવામાં આવતાની સાથે જ ગ્રાહકો માટે લોન સસ્તી અથવા મોંઘી થઇ જશે. હાલમાં બેંકોતેના લોન દરો પ્રિન્સિપલ લેન્ડિંગ રેટ (પીએલઆર), બેન્ચમાર્ક પ્રિન્સિપલ લેન્ડિંગ રેટ (બીપીએલઆર), બેઝ રેટ અને માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝડ લેન્ડિંગ રેટ (એમસીએલઆર) જેવા આંતરિક માળખાના આધારે નક્કી કરે છે.

આરબીઆઈના બેંચમાર્ક અથવા સરકારી બોન્ડ અનુસાર ફેડરલ બેંક અને સિટીબેંક જેવી કેટલીક બેંકો રિટેલ લોન્સ આપી રહી છે. ગયા વર્ષે, ફેડરલ બેંકે ‘બીસ્પોક’ સેવિંગ એકાઉન્ટ નામનું પ્રોડક્ટ લોન્ચ કર્યું હતું, જેમાં બચતના દર પર 3 લાખ રૂપિયા અને તેથી વધુની થાપણ પર રેપો રેટના હિસાબે બચત દર આપવામાં આવે છે. ગયા વર્ષે માર્ચમાં, સિટીબેંકે હોમ લોન પ્રોડક્ટ ઓફર કરી હતી, જેમાં વ્યાજ દર 3 મહિનાની સરકારી બોન્ડ ઉપજ સાથે જોડવામાં આવ્યા હતા. આ ઉપજમાં બેન્કે વ્યાજના દર 2 ટકા નક્કી કર્યા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!