કરણ જોહરના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ બ્રમ્હાસ્ત્રમાં ટેલિવીઝનની નાગીન મૌની રોય ખતરનાક લૂકમાં જોવા મળશે. ડાયરેક્ટર અયાન મુખર્જીની આ ફિલ્મમાં રણબીર કપૂર ને આલિયા ભટ્ટની સાથે મહાનાયક અમિતાભ બચ્ચન પણ જોવા મળશે.
સાથે જ આ ફિલ્મમાં મૌની રોય એક નેગેટિવ ભૂમિકા ભજવશે. ફિલ્મ નિર્માતાઓ હાલ મૌનીના લૂક પર કામ કરી રહ્યાં છે અને વીએફએક્સની મદદથી ફિલ્મમાં તેનો લૂક હાઇલાઇટ થશે.
મૌની અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’થી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઇ રહી છે. આ ફિલ્મ ત્રણ ભાગમાં રીલીઝ કરવામાં આવશે, જેનો પહેલો ભાગ 15 ઓગસ્ટ 2019ના રોજ સ્વતંત્રતા દિને રીલીઝ કરવામાં આવશે.