ઘણાં સમયથી દબંગ-3ને લઇને ઘોષણા કરવામાં વે તેની રાહ જોવાઇ રહી હતી આખરે ફિલ્મના મેકર્સે ફિલ્મની બીજી હિરોઇનની ઘોષણા કરી દીધી છે. સોનાક્ષી સિન્હા બાદ સલમાનની આ ફિલ્મમાં મૌની રૉયને સાઇન કરવામાં આવી છે.
ટીવી પર નાગિન સિરિયલ દ્વારા ફેમસ થયેલી મૌની રૉય હવે બોલીવુડમાં ખૂબ જ એક્ટિવ થઇ ગઇ છે. બોલીવુડમાં તેની આવનારી ફિલ્મો ગોલ્ડ અને બ્રહ્માસ્ત્ર બાદહવે મૌની રૉયને સલમાન સાથે દબંગ-3માં બ્રેક મળ્યો છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર મૌની રૉય દબંગ-3માં કેમિયો રોલમાં જોવા મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર મૌની રૉય દબંગના ચુલબુલ પાંડે અને ફિલ્મની સિક્વલમાં રૉબિનહુડ પાંડેના જૂના પ્રેમ તરીકે જોવા મળશે. આ ફિલ્મમાં મૌનીનો સિક્વન્સ 15થી 20 મિનિટનો હશે.
કહેવામાં આવે છે કે મૌની રૉય સલમાનની ખૂબ જ નજીક છે. સલમાનની પાર્ટીઓથી લઇને ટીવી શૉમાં મૌનીની હાજરી ચર્ચાનો વિષય બને છે. તેથી જ તેવા ક્યાસ પણ લગાવવામાં આવ્યાં હતાં કે મૌનીની ડેબ્યૂ ફિલ્મ સલમાન સાથે હશે પરંતુ મૌની હવે અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડેબ્યૂ કરશે.
દબં-3ની વાત કરીએ તો આ ફિલ્મ પ્રભુદેવા ડાયરેક્ટ કરવા જઇ રહ્યાં છે. આ ફિલ્મનું શુટિંગ આ જ વર્ષે જૂન મહિનામાં શરૂ થશે.