GSTV
Gujarat Government Advertisement

દેશમાં હરતા-ફરતા કોરોના કરવામાં જેનો મોટો ફાળો છે તે મોલાના સાદનું મળી ગયું સરનામું

મૌલાના સાદ

Last Updated on April 8, 2020 by Mayur

માર્ચના બીજા સપ્તાહમાં દિલ્લીના નિજામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતનો ધાર્મિક કાર્યક્રમ યોજનાર મૌલાના સાદની શોધ થઈ ગઈ છે. પોલિસ સૂત્રોના મુજબ મૌલાના સાદ જાકીર નગરવાળા પોતાના ઘરમાં કોરન્ટાઈન છે. મોલાના સાદે જ વિરોધ હોવા છતાં તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. પરિણામે દેશમાં કોરોનાવાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાયું છે.

30 ટકા કેસમાં તબલીગી જમાતનો ફાળો

આંકડા મુજબ, દેશમાં કોરોનાના જેટલા કોરોનાના કેસ સામે આવ્યા છે તેમાં લગભગ 30 ટકા કેસ તબલીગી જમાત સાથે સંકળાયેલા લોકોના છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારાના કેટલાયના તેમાંથી મૃત્યુ પામ્યા છે. હજારો લોકોને ક્વોરેન્ટાઇન કરવું પડ્યું છે. એ પણ જાણવા મળ્યું છે કે ઘણા વિદેશી નાગરિકો અહીં પર્યટક વિઝા પર આવતા હતા અને જમાતનાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેતા હતા. આવા સેંકડો વિદેશીઓને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે અને તેમના વિઝા પણ રદ કરી દીધા છે.

દિલ્હીમાં આજે 20 કેસ જેમાંથી 10 મરકજનાં

દેશમાં અત્યાર સુધીમાં 1445 કોરોના વાયરસ ચેપગ્રસ્ત દર્દીઓ તબલિગી જમાતના મળી આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં, દિલ્હીમાં 20 નવા કોરોના કેસ થયા છે. આ 20 માંથી 10 મરકજમાં ઉપસ્થિત લોકોના છે. મૌલાના સાદ ઉપર અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. સાદ વિરુદ્ધ કેસ નોંધ્યા બાદ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચે 26 પ્રશ્નોનું લિસ્ટ તૈયાર કરીને મૌલાના સાદના ઘરે મોકલી આપ્યું છે. તેમાં લોકો કેન્દ્રમાં કેવી રીતે આવી રહ્યા છે તેની માહિતી માંગવામાં આવી હતી. જાન્યુઆરીથી અત્યાર સુધી કેટલા લોકો આવ્યા છે? મરકજનું આયોજન કેવી રીતે કરવામાં આવતું હતું.

કાર્યક્રમ રદ્દ કરવાની સલાહ આપી હતી

દરમિયાન, સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું છે કે કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને, ઘણા મુસ્લિમ નેતાઓએ તબલીગી જમાત કાર્યક્રમ રદ કરવાની સલાહ આપી હતી. સૂત્રો કહે છે કે ઘણા ઇસ્લામિક વિદ્વાનો અને મૌલવીઓએ પણ મૌલાના સાદને કાર્યક્રમ મોકૂફ રાખવા વિનંતી કરી છે. આ આખા પ્રોગ્રામ માટે તબલીગી જમાતને બે જૂથોમાં વહેંચવામાં આવી હતી, એક જૂથે આ કાર્યક્રમ ટાળ્યો હતો. પરંતુ મૌલાના સાદ તેમની જીદ પર અડગ રહ્યા અને નિઝામુદ્દીન મરકજમાં ધાર્મિક કાર્યક્રમો થયા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખાસ વાંચો/ રેશનકાર્ડ ધારકોને ઓછુ અનાજ આપીને હવે છેતરી નહીં શકે દુકાનદાર, સરકારે લીધો આ મોટો નિર્ણય

Bansari

તારાજી / એક જ દિવસમાં 70 ઈંચ વરસાદથી શાપુર થઈ ગયું હતું બરબાદ, લોકોએ 48 કલાક ઘરના છાપરે વિતાવ્યા હતા

Dhruv Brahmbhatt

નવા સમીકરણો/ પ્રથમવાર અમિત શાહનો પ્રેમ ઉભરાયો, નીતિન પટેલને ગાડીમાં લઈને ફર્યા અને એક કલાક બેઠક થઈ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!