GSTV

તબલીગી જમાત: મૌલાના સાદ હવે ઈડીના સકંજામાં, મની લોન્ડરિંગનો કેસ દાખલ કરાયો

Last Updated on April 17, 2020 by Pravin Makwana

દિલ્હીના નિઝામુદ્દિન સ્થિત તબલિગી જમાતના સંમેલનમાં હજારો લોકોને બોલાવનારા મૌલાના સાદની મુશ્કેલીઓ વધી ગઈ છે. દિલ્હીમાં લૉકડાઉનના સમયમાં આવા કાર્યક્રમના આયોજન બદલ એકબાજુ પોલીસે મૌલાના સાદ સામે ગેરઈરાદાપૂર્વક હત્યાનો કેસ નોંધ્યો છે, ત્યાં બીજીબાજુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મૌલાના સાદ અને અન્યો વિરુદ્ધ મની લોન્ડરિંગ કાયદા હેઠળ કેસ નોંધ્યો છે. ઉપરાંત મૌલાના સાદ અને તેમના નજીકના લોકોને ટૂંક સમયમાં જ પૂછપરછ માટે બોલાવશે. દરમિયાન પોલીસે મૌલાના સાદના બે સંબંધીઓ મૌલાના સાજિદ અને રાશિદ સહિત ૪ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

અચાનક ડોનેશન વધતા તપાસ હાથ ધરાઈ

સૂત્રોના જણાવ્યા મુજબ તબલીગી જમાતના કાર્યક્રમ પહેલાં વિદેશી ફંડનું પ્રમાણ અચાનક વધી ગયું હતું. એ મુદ્દે બેંકોએ એલર્ટ જારી કરીને તબલીગી જમાતના વડા મૌલાના સાદનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ સાદે કોઈ જ જવાબ આપ્યો ન હતો.કોરોના કનેક્શનમાં ગંભીર આરોપોનો સામનો કરતી તબલીગી જમાત ઉપર પોલીસનો સકંજો વધુ મજબૂત બન્યો છે. કાર્યક્રમ પહેલાં અચાનક દુનિયાભરમાંથી તબલીગી જમાતના બેંક એકાઉન્ટમાં કેશ ફ્લો વધ્યો હતો. ડોનેશનનું પ્રમાણ અચાનક વધ્યું તે પછી બેંકોએ એલર્ટ જારી કરીને સાદનો સંપર્ક કર્યો હતો, પરંતુ સાદે બેંકોના અધિકારીઓને મળવાની ના પાડી હતી અને કોઈ જ જવાબ આપ્યો ન હતો.

ક્રાઈમ બ્રાન્ચને પણ જવાબ ન આપ્યો

દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મરકઝમાં તબલીગી જમાતનો કાર્યક્રમ થયો, તે પહેલાં શંકાસ્પદ ફંડિંગ થયું હતું. તે મુદ્દો પણ હવે તપાસનો વિષય બન્યો છે. ક્રાઈમ બ્રાન્ચે આ એલર્ટને અવગણવા બદલ તબલીગી જમાતનો જવાબ માગ્યો છે.તબલીગી જમાતના વડા મૌલાના સાદને કોરોના થયો હોવાની અફવાનું ખંડન કરતા ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ કહ્યું હતું કે એ મુદ્દે કોઈ જ સત્તાવાર જાણકારી પોલીસને મળી નથી. અત્યારે સાદ ઝાકિર નગર આસપાસ ક્વોરન્ટાઈનમાં હોવાના અહેવાલો પોલીસને મળ્યા હતા. દિલ્હી પોલીસે મરકઝના ૭ સામે ફરિયાદ નોંધી છે, જેમાં મૌલાના સાદનો પણ સમાવેશ થાય છે.

મૌલાના સાદ સહિતના લોકો વિરુદ્ધ કેસ

દરમિયાન મૌલાના સાદના બે સંબંધીઓ સહિત ચાર લોકો વિરુદ્ધ સહારનપુર પોલીસે કેસ નોંધ્યો છે. તેમાંથી બે લોકોના કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે અન્ય બેના રિપોર્ટ આવવાના બાકી છે. સહારનપુરના કટેહરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆર મુજબ તાજેતરમાં જ બંને ભાઈઓએ દક્ષિણ આફ્રિકા અને એક ભાઈએ ફ્રાન્સનો પ્રવાસ કર્યો હતો. ત્યાંથી પાછા ફરતા આ લોકો દિલ્હી નિઝામુદ્દિન મરકઝ ગયા હતા, પરંતુ આ વાત તેમણે છુપાવી હતી. મોબાઈલના સીડીઆરથી તેમના નિઝામુદ્દિન ગયા હોવાની બાબતની પુષ્ટી થઈ હતી. તંત્રે તેમને કોરોના શંકાસ્પદ માનતા ત્રણે ભાઈઓના અને એક મૌલાનાના પુત્રના સેમ્પલ તપાસ માટે મોકલ્યા હતા. તેમાંથી બે મૌલાના કોરોના સંક્રમિત હોવાના પરિણામ આવ્યા હતા તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

READ ALSO

Related posts

LIC-CSL અને IDBI બેન્કએ લોન્ચ કર્યા બે ક્રેડિટ કાર્ડ, પ્રીમિયમ પેમેન્ટ પર થશે મોટા લાભ

Damini Patel

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

Pravin Makwana

કોરોનાના વધતા કેસોને લઇ કેન્દ્રની રાજ્યોની ચેતવણી, 10 ટકાથી વધુ સંક્રમણવાળા જિલ્લાઓમાં કડક પ્રતિબંધ લાદે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!