GSTV
Gujarat Government Advertisement

અમેરિકન લીડર અને ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક સેક્સ સ્કેન્ડલમાં ફસાયા, 17 વર્ષની સગીરાને રૂપિયા આપી બાંધ્યા હતા શારીરિક સંબંધ

Last Updated on May 16, 2021 by Bansari

અમેરિકાના એક લીડર પર સનસનીખેજ આરોપ લાગ્યા છે. એક સ્કેન્ડલમાં સામે આવ્યું છે કે અમેરિકાના કોંગ્રેસ નેતા ગૈટ્સે રૂપિયા આપી યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. આટલું જ નહીં તેણે તેના માટે 15 યુવતીઓને રૂપિયા આપ્યા છે. આ ખુલાસો મહિલા એસ્કોર્ટ અને ઇન્સ્ટાગ્રામ મોડલ મેગન જાલોન્કાએ કર્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક

એક રિપોર્ટ મુજબ ફ્લોરિટાના પૂર્વ ટેક્સ કલેક્ટર ગેટ્ઝ પર ઓછામાં ઓછી 15 યુવતીઓને રૂપિયા આપી શારિરીક સંબંધ બાંધવાનો આરોપ લાગ્યો છે. આ વાતનો ખુલાસો ઇન્સ્ટાગ્રામ મોડલ જાલોન્કાએ કર્યો છે. ઓક્ટોબર 2019માં એક કાર્યક્રમમાં તે ગેટ્ઝને મળી હતી. ત્યારબાદ હોટલના રૂમમાં એક પાર્ટીનું આયોજન કરાયુ. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 28 વર્ષીય જાલોન્કા અને ગેટ્ઝે કોકીનનુ સેવન કર્યું, પછી સંબંધ બાંધ્યા. કહેવામાં આવી રહ્યું છે કે તેની સાથે સંબંધ બાંધવા માટે લીડરે ટેક્સના રૂપિયાથી 15 હજાર ડોલર આપ્યા હતા. ગાર્ડિયનના રિપોર્ટ મુજબ તેણે 17 વર્ષની સગીર યુવતી સાથે પણ શારિરીક સંબંધ બાંધ્યા હતા અને તેણે તેના માટે રૂપિયા પણ ચુકવ્યા હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તે ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક છે.

ગેટ્ઝના મિત્રની ગર્લફ્રેન્ડ હતી જાલોન્કા

રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જાલોન્કાના ગેટ્ઝના મિત્ર જોએલ ગ્રીનબર્ગ સાથે સંબંધ હતા. વર્ષ 2017માં જાલોન્કાનો મેટ ગેટ્ઝ માટે યુવતીઓની સગવડ કરવા માટે ઉપયોગ કરાયો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!