GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

મધ્યપ્રદેશઃ આઠ વર્ષની બાળકી સાથે નિર્ભયા જેવો દુષ્કર્મ કાંડ,મંદસૌરમાં હૈયું હચમચાવે તેવી ઘટના

મધ્યપ્રદેશના મંદસૌરમાં હૈયું હચમચાવી નાખતી ઘટના બની છે. અહીં માત્ર આઠ વર્ષની બાળકી સાથે નિર્ભયા જેવો દુષ્કર્મ કાંડ થયો છે. મંદસોરમાં સ્કૂલ છૂટ્યા બાદ ઈરફાન નામના શખ્સે આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી અને તેના પર દુષ્કર્મ કરવામાં આવ્યું. બાળકી સાથે એટલી હદે ક્રુરતા આચરી કે ડૉક્ટરો પણ કાંપી ઉઠ્યા.

ઈરફાને બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેના પ્રાઈવેટ પાર્ટમાં રૉડ નાંખી દીધો હતો. બાળકી ચીસો પાડતી હતી પણ હેવાનને તેની પીડાની પડી નહોતી. પ્રાઈવેટ પાર્ટમાં રૉડ નાખવાને કારણે બાળકીનાં આંતરડા બહાર આવી ગયા હતા. અને બાળકી બેભાન થઈ ગઈ હતી. જે બાદ આરોપી તેને સ્કૂલ પાસેની ઝાડીમાં કણસતી મુકી ફરાર થઈ ગયો હતો. ઘટનાસ્થળેથી બાળકીની સ્કૂલ બેગ, પાણીની બોટલની સાથે બિયરની ખાલી બોટલ પણ મળી હતી.

બાળકી જ્યારે સ્કૂલેથી પરત ન ફરી ત્યારે તેના પિતાએ શોધખોળ આરંભી તો તેમને કહેવામાં આવ્યું કે અન્ય કોઈ શખ્સ બાળકીને લઈ ગયો છે. જે બાદ પરિવારે બાળકીની શોધખોળ આરંભી. ત્યારે તેમને આ કમનસીબ ઘટનાની જાણ થઈ. જે બાદ બાળકીને ગંભીર હાલતમાં ઈન્દોરની હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

આ બાળકી જ્યાં અભ્યાસ કરે છે તે સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં સીસીટીવી તો લાગેલા છે પણ તેના વાયર ઊંદરો કતરી ગયા હતા. એટલે પોલીસને આરોપીના મહત્વના ફૂટેજ તો ન મળ્યાં. પરંતુ એક સીસીટીવી ફૂટેજમાં પીડિત બાળકી દેખાય છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે બાળકી એક શખ્સની પાછળ જાય છે.

જે ઘટનાસ્થળેથી બાળકી ગંભીર સ્થિતિમાં મળી આવી હતી તેની નજીકનું જ આ સ્થળ છે. પરિવારજનોએ આ વીડિયો બાળકીનો હોવાનો દાવો કર્યો છે. બનાવની જાણ થતા ડીઆઈજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈ સ્કૂલના સંચાલકો. શિક્ષકો અને આસપાસના લોકોની પૂછપરછ કરી છે.

Related posts

CBSEના ધોરણ 10, 12માના રિઝલ્ટની તારીખો થઈ ગઈ ફાયનલ, એવી બબાલ થઈ કે ખુલાસા કરવા પડ્યા

Mansi Patel

ભાખરવડ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ

Nilesh Jethva

યુપીનો ‘વિકાસ’ મધ્યપ્રદેશમાંથી પકડાતા રાજકારણ ગરમાયું, ભાજપ કોંગ્રેસ વચ્ચે ટ્વીટર પર હંગામો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!