GSTV
Home » News » વ્રજ ભૂમિમાં કચરો વીણતી મહિલાઓ સાથે જમીન પર બેસી ગયા વડાપ્રધાન મોદી

વ્રજ ભૂમિમાં કચરો વીણતી મહિલાઓ સાથે જમીન પર બેસી ગયા વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મથુરામાં વિવિધ યોજનાઓની શરૂઆત કરાવી છે. પીએમ મોદીએ જનસભામાં સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, યુપીની જનતાનો આશિર્વાદ હમેશા અમારા પર રહ્યા છે, અને વ્રજની ભૂમિએ દુનિયાને હમેશા પ્રેરિત કરી છે.

મથુરામાં દુધાળા પશુઓના રસીકરણના અભિયાનનુ ઉદઘાટન કરવા માટે પહોંચેલા પીએમ મોદીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મામલે પોતાનાં વક્તવ્યમાં ઉલ્લેખ કર્યો હતો. મથુરાની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ પશુ આરોગ્ય મેળામાં જઈને વિવિધ સ્ટોલનુ નિરિક્ષણ કર્યુ હતુ.આ દરમિયાન એક તબક્કે પીએમ મોદી કચરો વીણનારી મહિલાઓ સાથે જમીન પર બેસી ગયા હતા.

વાત એમ હતી કે, મેળામાં પ્લાસ્ટિક ક્રશ કરનાર મશીનનો સ્ટોલ લગાવાયો હતો.આ મશિન કેવી રીતે કામ કરે છે તેની સમજ પીએમ મોદીને આપવામાં આવતી વખતે કહેવાયુ હતુ કે, પહેલા કચરામાંથી પ્લાસ્ટિકને અલગ કરાય છે અને આ પ્લાસ્ટિક મશીનમાં ક્રશ કરાયા છે. તે વખતે ડેમો આપવા મશીનની નજીક કચરો વીણનારી મહિલાઓ પ્લાસ્ટિક અલગ કરી રહી હતી.

પીએમ મોદીએ તેમની સાથે જ જમીન પર બેસી ગયા હતા અને તેમની સાથે વાતચીત પણ કરી હતી.

READ ALSO

Related posts

ભાજપ અને કોંગ્રેસના નેતાઓનો યુવતી પર ગેંગરેપ, રિવોલ્વરની અણીએ કારમાં પીંખી નાખી

Nilesh Jethva

દિલ્હી હીંસા મામલે આ મંત્રીનું વિવાદીત નિવેદન, એવું થશે કે આના કરતાં મૂંગા રહેતા હોય તો સારું

Karan

આ રાજ્યમાં આગામી વસ્તી ગણતરી જાતિ આધારિત થશે, વિધાનસભામાં પ્રસ્તાવ પાસ થયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!