કૃષ્ણ જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણના જન્મ સ્થળ એવા મથુરામાં પણ ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યુ છે. મથુરા ખાતેના કૃષ્ણ મંદિરને રોશનીથી સજાવી દેવામાં આવ્યુ છે. તેમજ દેશ વિદેશથી ભક્તો મથુરા ખાતે પહોંચી ગયા છે. મથુરામાં મોડી રાતે કૃષ્મ જન્મના પર્વની ઉજવણી થવાની છે. ત્યારે પણ ભક્તોનો ધસારો જોવા મળવાનો છે.મોટી સંખ્યામાં ભક્તોના ધસારાને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ તંત્ર સજ્જ બની ગયુ છે.