GSTV
India News Trending

મથુરામાં એસિડ અટેક થયો, આ વખતે ભોગ ખૂદ મહિલા કોન્સ્ટેબલ બની છે

એક મહિલા ડ્યુટી પર જઈ રહી હતી. રસ્તામાં એક કાર આવી. જેની અંદર ચાર લોકો સવાર હતા. છોકરી ઉપર તેજાબ ફેંક્યું અને તડપતી છોડી ભાગી ગયા. છોકરીની ચીખ સાંભળી સ્થાનિક લોકોની ભીડ એકઠી થઈ ગઈ. ભીડે છોકરીને હોસ્પિટલ પહોંચાડી. હાલ તો આગ્રાના એમએન મેડિકલ કોલજમાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે. પોલીસ ગુનો થતા રોકે છે પણ આ ઘટનામાં સૌથી મોટી વાત એ છે કે જેના પર ક્રાઈમ થયું તે મહિલા પોલીસ છે.

થોડા દિવસો પહેલા એ મહિલા પોલીસ સામે પોતાના પ્રેમનો ઈઝહાર કરતા કોઈએ કહેલું કે, મારી સાથે લગ્ન કરી લે. છોકરીએ ના પાડી દીધી, હવે પોલીસનું માનવું છે કે આ કારણે જ એસિડ અટેક કરી બદલો લેવામાં આવ્યો છે. આરોપીનું નામ છે સંજય સિંહ. પોલીસની રિપોર્ટ પ્રમાણે સંજયને મહિલા પોલીસની ના સાંભળી ગુસ્સો આવ્યો. તેણે પોતાના એક મિત્ર સાથે મળી પ્લાન બનાવ્યો. હાલ તો પોલીસ ચારે આરોપીઓની શોધખોળ કરી રહી છે. ગરમ તેલનું એક ટીપું પણ માણસના શરીરને અડકી જાય તો માણસ બે ફૂટ દૂર થઈ જાય છે. ત્યારે આ મહિલા કોન્સ્ટેબલ પર તો આખે આખી તેજાબની બોટલ રેડવામાં આવી છે.

એસિડ અટેક એ કોઈ નવો ક્રાઈમ નથી. નેશનલ ક્રાઈમ બ્યૂરોની રિપોર્ટ પ્રમાણે 2016માં 283 એસિડ અટેક થયા હતા. લગભગ 200થી 300 ઘટનાઓ વર્ષમાં બનતી હોય છે. માનવામાં આવી રહ્યું છે કે અસલી ઘટનાઓ કરતાં આ આંકડા ઓછા છે. કારણ કે તમામ ઘટનાઓ રિપોર્ટમાં નથી આવતી. એવું નથી કે માત્ર મહિલાઓ જ તેનો શિકાર બને છે. પુરૂષ પણ તેનો શિકાર થાય છે. પણ વધારે પડતી ઘટનાઓ મહિલાઓ સાથે જ બને છે. જેમાં મહદઅંશે પ્રેમ કારણભૂત હોય છે. માત્ર 10-20 રૂપિયામાં માંસને પીગળાવી દેતુ આ કેમિકલ વ્યક્તિ ખરીદી શકે છે. જેનાથી ટોયલેટ પણ સાફ થઈ શકે અને માણસ પણ.

READ ALSO

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV