બંગાળની 42 સીટ દ્વારા ઉત્તર પ્રદેશની ભરપાઈ કરવાનું ગણિત, આ છે સીટોની સ્થિતિ

પશ્ચિમ બંગાળમાં નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જી વચ્ચેની લડાઈ જામી છે. ત્યારે રાજકીય આ લડાઈમાં કોણ, કોને ભારે પડશે તેના કયાસો લગાવાઈ રહ્યા છે. પરંતુ ભાજપને લાગે છે કે પશ્ચિમ બંગાળની 42 સીટો દ્વારા તે અન્ય રાજ્યોમાં થનારી નુકસાનની ભરપાઈ કરી શકે છે. જેને કારણે પીએમ મોદી, અમિત શાહ બંગાળમાં બંગાળ પર ફોક્સ કરી રહ્યા છે. જ્યારે કે કોંગ્રેસ ડાબેરીઓ બાદ ચોથા સ્થાને છે. ભાજપ પશ્ચિમ બંગાળમાં હિન્દુત્વની રાજનીતિને સહારે મતો મેળવવા માંગે છે. એમ મોદી અને અમિત શાહ રેલીઓમાં રોહિંગ્યાઓનો મુદ્દો ઉછાળે છે. ભાજપની રેલીઓમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટે છે. પરંતુ તેમાંથી વોટમાં કેટલા પરિવર્તિત થાય છે તે જોવું રહ્યું

ગત લોકસભા ચૂંટણીની વાત કરીએ તો પશ્ચિમ બંગાળની કુલ 42 બેઠકોમાંથી તૃણમુલ કોંગ્રેસને 34 બેઠકો, કોંગ્રેસને ચાર સીપીએમ અને ભાજપને બે-બે બેઠકો મળી હતી. વર્ષ 2016ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો તૃણમુલ કોંગ્રેસને સૌથી વધુ 211 બેઠકો મળી હતી. જ્યારે કે કોંગ્રેસે ડાબેરીઓ સાથે મળી 44 બેઠકો જીતી હતી. તો સીપીઆઈએમને 26 બેઠકો મળી હતી. તો ભાજપને ત્રણ બેઠકો મળી હતી સાથે તેના મતની ટકાવારી પણ વધી હતી. પંરતુ ચૂંટણી બાદ અમિત શાહ બંગાળમાં સક્રિય થઈ ગયા. જેને કારણે મમતા બેનર્જી સાથે ટકરાવ વધતો ગયો. મમતા બેનર્જીની એવી છબી ઉપસી કે તે નરેન્દ્ર મોદી અને ભાજપને સીધી ટક્કર આપી શકે છે. આજ વાત રાહુલ ગાંધી અને કોંગ્રેસને પરેશાન કરી શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter