GSTV
Home » News » મંદી પર મત વ્યક્ત કરતા બફાટ કરી બેઠા ભાજપના નેતા, ન્યૂટનની શોધ આઈનસ્ટાઈનના માથે ચડાવી દીધી

મંદી પર મત વ્યક્ત કરતા બફાટ કરી બેઠા ભાજપના નેતા, ન્યૂટનની શોધ આઈનસ્ટાઈનના માથે ચડાવી દીધી

દેશમાં અર્થતંત્રમાં મંદીનો બચાવ કરવા જતાં ગુરૂવારે કરેલા બફાટને પગલે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થયા હતા. તેમણે ભારતીય અર્થતંત્રને તેના વર્તમાન કદથી લગભગ બમણા 5 ટ્રિલિયન યુએસ ડોલરનું કરવાના એનડીએ સરકારના લક્ષ્યને હાંસલ કરવામાં માત્ર ગણિતના પરિપ્રેક્ષ્યથી નહીં જોવા દેશવાસીઓને અપીલ કરી હતી. જોકે, આ અપીલ કરતી વખતે તેમણે ઉદાહરણ આપવામાં બફાટ કર્યો હતો, જેથી સોશિયલ મીડિયા પર સેંકડો નેટીઝનને તેમની હાંસી ઉડાવી હતી.

બોર્ડ ઓફ ટ્રેડની એક બેઠકમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ગણિતે આલ્બર્ટ આઈનસ્ટાઈનને ગુરૂત્વાકર્ષણનો નિયમ શોધવામાં કોઈ મદદ કરી નહોતી. ગોયલનું નિવેદન આવ્યાના થોડાક જ સમયમાં ટ્વીટર પર આ બાબત ટ્રેન્ડિંગ બની ગઈ હતી. અનેક ટ્વીટ રાઈટ્સે તેમના બફાટ તરફ ગોયલનું ધ્યાન દોર્યું હતું અને લખ્યું હતું કે ગુરૂત્વાકર્ષણનો નિયમ આલ્બર્ટ આઈનસ્ટાઈન નહીં પરંતુ આઈઝેક ન્યૂટને શોધ્યો હતો. આઈનસ્ટાઈને સાપેક્ષવાદની થિયરી વિશ્વને આપી હતી. કેટલાકે ગોયલની મજાક પણ ઉડાવી હતી.

મહાન વૈજ્ઞાાનિક આઈનસ્ટાઈને ગુરૂત્વાકર્ષણનો નિયમ શોધ્યો હોવાનો ખોટી રીતે ઉલ્લેખ કરતાં ગોયલે જણાવ્યું હતું કે, ‘ટેલિવિઝન પર દર્શાવાતા આંકડાઓને તમે ધ્યાનમાં લેશો નહીં. જો તમે દેશના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન યુએસ ડોલરનું બનાવવાનું લક્ષ્ય હાંસલ કરવા માગતા હોવ તો દેશે 12 ટકાના દરે વિકાસ કરવો પડશે જ્યારે આજે આપણે 6થી 7 ટકાના દરે વિકાસ કરી રહ્યા છીએ.

તમે ગણિતના આ આંકડાઓને ધ્યાનમાં લેશો નહીં. ગણિતે ક્યારેય આઈનસ્ટાઈનને ગુરૂત્વાકર્ષણનો નિયમ શોધવામાં મદદ કરી નહોતી. તેમણે માત્ર ચોક્કસ ફોર્મ્યુલા અને તેમના ભૂતકાળના જ્ઞાાનને જ ધ્યાનમાં લીધા હોત તો મને નથી લાગતું કે આ વિશ્વમાં કોઈ નવીન સંશોધનો જોવા મળ્યા હોત.’

દેશના અર્થતંત્રમાં મંદી ફેલાઈ છે તેવા સમયે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણના ઓટો ઉદ્યોગમાં મંદી માટે ઊંચા ટેક્સને નહીં પરંતુ ઓલા-ઉબરને જવાબદાર ઠેરવવા જેવું વાહિયાત નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આજના યુવાનો માસિક હપ્તા ભરવાના બદલે ઓલા, ઉબર જેવી કંપનીઓને અગ્રતા આપતા હોવાનું પરીબળ પણ ઓટો ઉદ્યોગમાં મંદી માટે કારણભૂત છે. તેમના આ નિવેદનના બીજા દિવસે પિયુષ ગોયલના નિવેદનથી સોશિયલ મીડિયા પર તે હાંસીને પાત્ર બન્યા હતા.

સોશિયલ મીડિયા પર કેટલાકે નિર્મલા સિતારમણ અને પિયુષ ગોયલના નિવેદનને સાંકળી લીધા હતા. એક વ્યક્તિએ ટીપ્પણી કરી હતી કે ‘ભારતનો જીડીપી નબળો પડી રહ્યો છે, કારણ કે યુવાનો હેવ જીડીપીના ગણિતને ધ્યાનમાં જ નથી લઈ રહ્યા.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘બોસ, સૌપ્રથમ તો જીડીપી 6 ટકા નથી, 5 ટકા છે. બંને વચ્ચે ઘણું મોટું અંતર છે શ્રીમાન વાણિજ્ય મંત્રી.’ કોંગ્રેસે ઓલા-ઉબરને યુવાનો દ્વારા અગ્રતા અપાતી હોવાની ટીપ્પણી કરવા બદલ કેન્દ્રીય નાણામંત્રી સિતારમણની ટીકા કરી હતી.

 તેમણે કહ્યું કે નાણામંત્રીની આ ટીપ્પણી દેશના શાસનમાં ભાજપની બીનકાર્યક્ષમતા, અપરિપક્વતા અને બીન અનુભવને ઉજાગર કરે છે. તેમણે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની માફી માગવી જોઈએ તેવું પણ જણાવ્યું હતું. કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે, સિતારમણનું નિવેદન દેશના અર્થતંત્રની અધોગતિના મુદ્દાની ગંભીર મજાક સમાન છે. બીજીબાજુ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સોશિયલ મીડિયા પર હાંસીનું પાત્ર બન્યા બાદ ખુલાસો કર્યો હતો કે તેમણે ચોક્કસ પરીપ્રેક્ષ્યમાં ટીપ્પણી કરી હતી.

કમનસીબે કેટલાક મિત્રોએ મૂળ પરિપ્રેક્ષ્યને દૂર કરી લીધું અને મારા નિવેદનમાંથી માત્ર એક લાઈન ઉઠાવી અને તેની સાથે ચેડાં કરી તેને મજાકનું પાત્ર બનાવી દીધું. આઈનસ્ટાઈન અંગે બફાટ કરવા છતાં ગોયલ તેમના નિવેદનને વળગી રહ્યા હતા.

READ ALSO

Related posts

આઈબીના અધિકારીનો બહાર આવ્યો પીએમ રિપોર્ટ, હિંસાખોરોએ એવું કર્યું છે કે તમારા રૂવાડા ઉભા થઈ જશે

Mayur

મોદી સામે માતાએ જ માંડ્યો મોરચો, દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો

Mayur

ભાજપ હોય કે કોંગ્રેસ કોઈને પણ છોડશો નહીં, મારા પ્રધાનમંડળનો મંત્રી હોય તો પણ આપો સજા

Karan
Do NOT follow this link or you will be banned from the site!