લો બોલો! ગણિતના શિક્ષકને જીમ્નેશિયમ ટ્રેનર તરીકે કચેરીમાં બેસાડી રાખે છે અને શાળામાં…

બનાસકાંઠામાં શિક્ષણ વિભાગની રીતિનિતિ સામે સવાલ ઉઠ્યા છે. માનપુરીયાગામની શાળામાં ગણિત શિક્ષક કેટલાય મહિનાથી ગેરહાજર છે અને તે શિક્ષક શાળામાં ભણાવવાના બદલે શિક્ષણ અધિકારીએ પોતાની કચેરીમાં આ શિક્ષકને જીમ્નેશીયમ ટ્રેનરને બહાને કચેરીમાં બેસાડી રાખે છે. શિક્ષકે શાળામાં ભણાવવાનું કામ કરવાનું હોય પરંતુ આ શિક્ષકને શિક્ષણાધિકારીની કચેરીએ બેસાડી રખાયો છે.

ખોટી પોસ્ટ ઊભી કરી બનાસકાંઠા શિક્ષણ વિભાગે આ મળતિયા શિક્ષકને પોતાની કચેરીમાં બેસાડી અને શાળાના બાળકોના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે. ત્યારે સાથે સાથે છેલ્લા પાંચ મહિનાથી બાળકોનો અભ્યાસ પણ બગડી રહ્યો છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter