IPL 2023 ની ફાઈનલ મેચ પહેલા, ગુરુવારે એટલે કે 25 મેના રોજ, ચેન્નાઈ સુપર કિંગ્સના(CSK) કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેની ટીમના સાથી મેથીશા પથિરાનાના પરિવારને મળ્યા હતા. પથિરાનાની બહેને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ મીટિંગની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરો પોસ્ટ કરતાં તેણે લખ્યું કે હવે અમને ખાતરી છે કે મલ્લી સુરક્ષિત હાથમાં છે. નોંધનીય છે કે, પથિરાનાને ક્રિકેટની દુનિયામાં જુનિયર મલિંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની બોલિંગ એક્શન શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી લસિથ મલિંગા (Lasith Malinga) જેવી છે. ધોની(MS DHONI) આ ખેલાડીને પોતાના નેતૃત્વમાં CSKના ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યો છે.
માહી સાથેની આ મીટિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં પથિરાનાની બહેને લખ્યું, ‘હવે અમને ખાતરી છે કે મલ્લી સુરક્ષિત હાથમાં છે’ જ્યારે થાલાએ કહ્યું હતું કે “તમને મથિશાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી.” આ ક્ષણો મારી સપનાની બહારની હતી.

પથિરાના IPL 2023માં CSK માટે ડેથ બોલર તરીકે બોલિંગ કરી રહ્યો છે. આ 20 વર્ષીય ખેલાડીએ આ T20 ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 11 મેચમાં 7.72ના ઈકોનોમી રેટથી 17 વિકેટ ઝડપી છે.
ધોનીની શોધ મથિશા
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મથિશા પથિરાનાનો વાયરલ વીડિયો જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા. ધોનીને કદાચ ખ્યાલ હતો કે આવનારા સમયમાં પથિરાના સફળ ફાસ્ટ બોલર બની શકે છે. પથિરાનાનો વીડિયો જોઈને ધોનીએ તેને પત્ર લખી દુબઈમાં CSK ટીમ સાથે જોડાવા કહ્યું.
આ 2021 ની વાત છે, જ્યારે કોવિડ રોગચાળાને કારણે IPL દુબઈમાં શિફ્ટ કરવામાં આવી હતી. પથિરાનાના કોચ બિલાલ ફૈસીએ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં આ આખી જાણવી હતી.
વધુમાં તેમને જણાવ્યું હતું કે, ‘પથિરાના ત્યારે 17 કે 18 વર્ષનો હતો. કોવિડ રોગચાળો ચરમસીમા પર હતો, જ્યારે ધોનીનો પત્ર આવ્યો, જેમાં લખ્યું હતું કે પથિરાનાએ વેક્સીન સાથે દુબઈમાં CSKમાં જોડાવું જોઈએ. પથિરાના 2020માં અંડર-19 વર્લ્ડ કપ રમ્યો હતો અને બાંગ્લાદેશ લીગમાં પણ તેને સ્થાન મળ્યું હતું. બેટ્સમેનને યોર્કર વડે બોલિંગ કરતો તેનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ CSKએ તેમનામાં રસ દાખવ્યો હતો.
READ ALSO
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો