GSTV

ચાણક્ય નીતિ : આ કામ કરી શકે છે માતા લક્ષ્મીને નારાજ, ઘરમાં આવે છે આર્થિક તંગી અને ગરીબી

લક્ષ્મી

Last Updated on September 21, 2021 by Zainul Ansari

આજના વિશ્વમાં પૈસા વગર કોઈપણ કાર્ય કરવું શક્ય નથી કારણકે, દરેક નાનામા નાની જરૂરિયાત માટે પણ પૈસાની જરૂર પડે છે. હિન્દુ ધર્મમાં ધનની દેવીને માતા લક્ષ્મી માનવામાં આવે છે. માતા લક્ષ્મીની કૃપા કાયમ માટે જળવાઈ રહે અને પૈસા અને અનાજની કમી ના આવે તે માટે લોકો તેમને ખુશ કરવા માટે અનેક પ્રકારના ઉપાયો અજમાવતા હોય છે. ચાણક્યની નીતિ મુજબ અમુક એવા કાર્યો છે કે, જે ધનની દેવી માતા લક્ષ્મીને નારાજ કરી શકે છે તો ચાલો જાણીએ ક્યા છે આ કાર્યો?

લક્ષ્મી

ક્રોધ :

ચાણક્યની નીતિ મુજબ ક્રોધ એ કોઈપણ વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન છે. જે વ્યક્તિ પોતાના ક્રોધને નિયંત્રિત ના કરી શકે તે પોતાના જીવનનુ બધું જ નષ્ટ કરી નાખે છે. વ્યક્તિ ભલે ગમે તેટલી જ્ઞાની જ કેમ ના હોય પરંતુ, જો તે પોતાના ગુસ્સા પર કાબૂ ના મેળવી શકે તો તેનુ જ્ઞાન એકદમ નિરર્થક છે. હમેંશા ક્રોધમાં રહેતા લોકોના ઘરમાં ક્યારેય પણ માતા લક્ષ્મી ટકતા નથી માટે જો તમે પણ તમારા ક્રોધને નિયંત્રણમાં નથી લાવી શકતા તો આજે જ તમારી આદત સુધારો નહીંતર આવનાર સમયમા તમારે અનેક પ્રકારની આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

અહંકાર :

ચાણક્યના મતે અહંકાર એક એવો ગુણ હોય છે કે, જે વ્યક્તિને ધીમે-ધીમે પતનની તરફ લઇ જાય છે. કોઈપણ વ્યક્તિ ઘમંડી વ્યક્તિ સાથે રહેવાનું પસંદ કરતું નથી. જે લોકોને અહંકાર માથે ચડી જાય છે તેને ફક્ત તે પોતે જ ચડિયાતો દેખાય છે અને બાકીના બધા લોકો તેને નબળા લાગે છે. આ લોકોની વિચારશક્તિ ધીમે-ધીમે નબળી પડવા લાગે છે.

લક્ષ્મી

અહંકારમા રહેતો વ્યક્તિ ક્યારેય પણ સાચા-ખોટાના ભેદને જાણી શકતો નથી. લાંબા ગાળે તેણે કોઈ ને કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ લોકો પર માતા લક્ષ્મીની કૃપા ક્યારેય પણ વરસતી નથી. ચાણક્યની નીતિ મુજબ સવારે મોડા ઊઠવું, ઘરમાં ગંદકી રાખવી, વધારે પડતું ભોજન લેવું અને બીજાને કડક શબ્દો બોલવા જેવી અનેક આદતો જો કોઈ વ્યક્તિમાં હોય તો તે વ્યક્તિ પાર માતા લક્ષ્મીની કૃપા ક્યારેય વરસતી નથી અને તેણે હમેંશા આર્થિક નાણાભીડનો સામનો કરવો પડે છે.

Read Also

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!