GSTV

ક્રિપ્ટોકરન્સીને લઇને માસ્ટરકાર્ડ કરી શકે છે મોટી જાહેરાત, આ વર્ષે જ આ સુવિધા થઇ શકે છે શરૂ

Last Updated on February 11, 2021 by Pravin Makwana

કાર્ડ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવનારી કંપની માસ્ટરકાર્ડ (Mastercard) પોતાના નેટવર્ક પર આ વર્ષે ક્રિપ્ટોકરન્સી સપોર્ટ માટે ઑફરની જાહેરાત કરી શકે છે. કંપનીએ બુધવારના રોજ આ અંગે જાણકારી આપી છે. આ શરૂઆતના માસ્ટરકાર્ડ પણ એવી કંપનીઓની યાદીમાં શામેલ થઇ જશે, જેઓએ ક્રિપ્ટોકરન્સીને સપોર્ટ કરવા માટે આ પગલું ઉઠાવ્યું છે. એમાંય મહત્વની બાબત તો એ છે કે, માસ્ટર કાર્ડ તરફથી આ જાહેરાત એક એવા સમયે આવી છે કે, જ્યારે એલન મસ્કની ટેસ્લાએ બિટકોઇનમાં 1.5 અરબ અમેરિકી ડૉલર રોકાણ કરવાની જાહેરાત કરી છે. ત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે, ‘ટેસ્લા બિટકોઇનમાં પેમેન્ટ રિસીવ કરવાનું શરૂ કરશે.’

તાજેતરમાં જ કેટલીક કંપનીઓએ ક્રિપ્ટોકરન્સીને લઇને આવાં જ સપોર્ટની જાહેરાત કરી છે. એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરૉક ઇંક (BlackRock Inc.) અને પેમેન્ટ કંપનીઓ સ્ક્વેર અને પેપલ આ યાદીમાં શામેલ છે.

ક્રિપ્ટોકરન્સી

હજી પણ ક્રિપ્ટોકરન્સી દ્વારા લેણદેણની સુવિધા આપે છે માસ્ટરકાર્ડ

તમને જણાવી દઇએ કે, વર્તમાનમાં પણ માસ્ટરકાર્ડ એક એવું જ કસ્ટમર કાર્ડ ઑફર કરે છે કે જેનાથી લોકો પોતાની ક્રિપ્ટોકરન્સીના આધારે લેણદેણ કરી શકે છે. જો કે, એ માટે આ કંપની પોતાના નેટવર્કનો ઉપયોગ ના કરી શકે.

માસ્ટર કાર્ડે બુધવારના રોજ જણાવ્યું કે, ‘આવું કરવાથી ખરીદી કરનારા લોકો અને દુકાનો માટે ઘણી સારી સંભાવનાઓ રહેશે. તેઓ બિલકુલ નવી જ રીતે લેણદેણ કરી શકશે. આ ફેરફાર બાદ વેપારીઓને તે ખરીદદારોને જોડવાનો મોકો મળશે, જે ડિજિટલ એસેટ્સ તરફથી તેજીથી વધી રહ્યાં છે.’

તમામ ક્રિપ્ટોકરન્સીને માસ્ટરકાર્ડ સપોર્ટ નહીં કરે

જો કે, માસ્ટરકાર્ડે એ પણ સ્પષ્ટતા કરી દીધી છે કે, ‘તેના નેટવર્ક તમામ ક્રિપ્ટોકરન્સીને સપોર્ટ નહીં કરી શકે. કંપનીએ જણાવ્યું કે, ‘હજારો ક્રિપ્ટોકરન્સીમાંથી મોટા ભાગનાને પોતાના પાલનને પહેલા કરતા વધારે બેસ્ટ બનાવવામાં આવશે. તમને જણાવી દઇએ કે, હજી પણ અનેક એવી ક્રિપ્ટોકરન્સી છે, જેની પર રોકાણકારો અને સામાન્ય લોકોને ભરોસો નથી. તેઓને આના આધારે છેતરપિંડી અને મની લોન્ડ્રિંગનો ડર છે.’

શું છે ક્રિપ્ટોકરન્સી?

ક્રિપ્ટોકરન્સી તમામ પ્રકારની વર્ચ્યુઅલ કરન્સી માટે એક જેનેરિક નામ છે. ક્રિપ્ટોકરન્સીનું એક યુનિટ ખૂબ જ જટિલ ડિજિટલ કોડ આપે છે. આ કોડની નકલ ના કરી શકાય. સામાન્ય કરન્સીની જેમ ક્રિપ્ટોકરન્સીને પણ એક્સચેન્જ મીડિયમ તરીકે ઉપયોગ કરી શકાય છે. તેને ડિજિટલ એસેટ્સ માટે તૈયાર કરવામાં આવે છે. તમને એ પણ જણાવી દઇએ કે, બિટકોઇન રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.

READ ALSO :

Related posts

લોન્ચ થવાની છે Maruti Suzukiની પાંચ નવી કાર! શાનદાર લુક્સ અને ફીચર્સની હશે ભરમાર

Damini Patel

માટી કૌભાંડ / સૌરાષ્ટ્ર યુનિ.ના રજીસ્ટ્રાર જતીન સોનીનું રાજીનામું, NSUIએ ફોજદારી દાખલ કરવા માંગ કરી હતી

Dhruv Brahmbhatt

કામની વાત/ પરિવારમાં એક LPG કનેક્શન હોય તો પણ મળી જશે નવુ કનેક્શન, આ વિશેષ સુવિધામાં સબસિડીનો લાભ પણ મળશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!