GSTV

ખુશખબરી! SBI એ આ કાર્ડના કસ્ટમરને આપી મોટી ભેટ, કાર્ડ એપ પર લોન્ચ કરી નવી સર્વિસ

SBI

દેશની સૌથી મોટી બેન્ક SBI એ કોન્ટેક્ટ લેસ પેમેન્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે. બેન્કે જણાવ્યું છે કે, માસ્ટરકાર્ડ કસ્ટમરને હવે પૈસા કાઢવા માટે કાર્ડ લઈ જવાની જરૂરિયાત નથી. ગ્રાહક સંપર્ક રહિત રીતથી ટેપ-એન્ડ-ગોનો ઉપયોગ કરી પેમેન્ટ કરી શકે છે. SBI કાર્ડ પોતાની એપ પર માસ્ટરકાર્ડ ટોકન સર્વિસ આપનાર ભારતનું પ્રથમ કાર્ડ જાહેર કરનાર બની ગયુ છે. માસ્ટરકાર્ડ અને SBI કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસ લિમિટેડે આજે SBI કાર્ડ એપ પર કોન્ટેક્ટ લેસ પેમેન્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે. તે માટે તેમને ક્રેડિટ કાર્ડને સ્વાઈપ, ટચ અને પિન નંબર નાખવાની જરૂરિયાત રહેશે નહી.

આ રીતે કરી શકશો સર્વિસનો ઉપયોગ

SBI ની આ સુવિધાનો ઉપયોગ કરી એક વખતમાં 2 હજાર રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકો છો. 2 હજારથી વધારે પેમેન્ટ કરવા પર કાર્ડ પિન દાખલ કરવાનો રહેશે. SBI કાર્ડ એપનો વપરાશ કરવા માટે ગ્રાહકને SBI કાર્ડ મોબાઈલ એપ પર પોતાના કાર્ડનું રજિસ્ટ્રેશન કરાવાનું રહેશે. તે માટે એપનું નવુ વર્ઝન જરૂરી છે. રજિસ્ટ્રેશન બાદ પોઈન્ટ ઓફ સેલ્સ (POS) મશીન પર કાર્ડને ટચ કર્યા વગર મોબાઈલ ફોનના માધ્યમથી ચૂકવણી કરી શકાય છે.

  • માસ્ટરકાર્ડની આ સર્વિસનો ઉપયોગ કરવા માટે તમારે SBI કાર્ડ મોબાઈલ એપના નવીનતમ અપડેટેડ વર્ઝન પર રજિસ્ટ્રેશન કરવાનું હશે.
  • SBI કાર્ડ એપ પર રજિસ્ટ્રેશન થયા બાદ તમે પોતાના મોબાઈલને POS મશીનને નજીક લાવી સરળતાથી ચૂકવણી કરી શકો છો.
  • SBI કાર્ડ પે ખૂબ જ સુરક્ષિત છે. આ ટોકન સિસ્ટમનો ઉપયોગ કરે છે. તેમાં કાર્ડધારકની જાણકારીઓ જેમ કે, કાર્ડ નંબર, સીવીવી, એક્સપાયરી ડેટ વગેરે ડિવાઈસ આધારિત ડિજિટલ ટોકનમાં બદલાઈ જાય છે.
  • SBI ની જાણકારીઓ નિયર ફીલ્ડ કમ્યુનિકેશન (NFC) વાયરલેસ મોડના માધ્યમથી પ્રેષિત હોય છે.
  • આ સુવિધામાં કોઈપણ કાર્ડની જાણકારી જોઈ શકતા નથી. જેનાથી તેના માધ્યમથી કરવામાં આવેલ લેણદેણ સુરક્ષિત હોય છે.
  • તેમાં જ્યારે તમે સ્માર્ટફોન સ્ક્રીનને અનલોક કરશો, ત્યારે ચૂકવણી કરી શકાય છે. તેમાં SBI કાર્ડની જાણકારી ડિજિટલ ટોકનના રૂપમાં સહેજવામાં આવે છે. જેમને કોઈ અન્ય વ્યક્તિ દ્વારા એક્સેસ કરી શકાય નહી.
  • તમે તેની મદદથી 2 હજાર રૂપિયાથી વધારેની ચૂકવણી કરવા માગો છો, તો તમારે પોતાના SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનો રહેશે અને 2 હજાર રૂપિયાથી વધારેની ચૂકવણીને પ્રમાણિત કરવા માટે પાસવર્ડ દાખલ કરવાનો રહેશે.

જીવનને સરળ અને શ્રેષ્ઠ બનાવવા માટે પ્રતિબદ્ધ

SBI કાર્ડના એમડી અને સીઈઓ, અશ્વિની કુમાર તિવારીએ લોન્ચ પર કહ્યું કે, હાજર પરિસ્થિતિઓના કારણે છેલ્લા કેટલાક મહીનાઓથી કોન્ટેક્ટ લેસ પેમેન્ટનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. અમે SBI કાર્ડમાં પોતાના યુઝર્સ માટે જીવનને સરળ અને શ્રેષ્ઠ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. માસ્ટરકાર્ડની સાથે આ સહયોગ ગ્રાહકોને સુવિધાજનક ડિજિટલ પેમેન્ટ ઓપ્શન પ્રદાન કરવાના પ્રયાસોને પ્રોત્સાહન આપવાની દિશામાં વધુ એક પગલું છે.

મોબાઈલ-બેસ્ડ પેમેન્ટ સર્વિસ સાબિત થશે

માસ્ટરકાર્ડના ડિવીઝન અધ્યક્ષ પોરશ સિંહે કહ્યું કે, માસ્ટરકાર્ડ ભારતના સૌથી મોટા ક્રેડિટ કાર્ડ જાહેરકર્તાની સાથે ભાગીદારીને મજબૂર કરી રહ્યું છે. માસ્ટરકાર્ડને વિશ્વાસ છે કે, આ સર્વિસ SBI કાર્ડધારકો માટે એક શ્રેષ્ઠ મોબાઈલ-બેસ્ડ પેમેન્ટ સર્વિસ સાબિત થશે.

READ ALSO

Related posts

ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ ભલે કમલમ ફ્રૂટ કર્યું પણ ઈન્ટરનેશનલ માર્કેટમાં નહીં ચાલે આ નામ

Pravin Makwana

શરીરે સંપૂર્ણ સ્વસ્થ ને ફેફસાં પણ બરાબર છતાં પોણા પાંચ મહીનાથી આ મહિલા છે કોરોના સંક્રમિત

Pravin Makwana

આકાશ તો ઠીક હવે ભોંયતળીયે પણ જીવ બચી જશે/ બોરવેલમાં પડેલા બાળકોનો નહીં જાય જીવ, ગુજરાતના આ યુવાને બનાવ્યો છે રોબોટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!