GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

નીતિન પટેલના હોમટાઉનમાં પાટલી બદલુ કોર્પોરેટરો ભરાયા, કોંગ્રેસ ફરી ફ્રન્ટફૂટ પર આવી

મહેસાણા નગરપાલિકામાં ૪૪માંથી ૨૯ નગરસેવકો સાથે કોંગ્રેસે સત્તા હાંસલ કરી હતી. બાદમાં ચાર વર્ષ સુધી શાસન કર્યું હતું. પરંતુ બાદમાં પ્રમુખ સહિતના ૭ નગરસેવકોએ કેસરીયો ધારણ કર્યો હતો. ત્રણ દિવસ બાદ પ્રમુખ ફરી કોંગ્રેસમાં આવી ગયા હતા. પરંતુ ૬ નગરસેવકો પરત આવ્યા ન હતા. જેથી કોંગ્રેસના જિલ્લા પ્રમુખે વ્હીપના અનાદર બદલ ૬ કોંગી નગરસેવકોને નોટીસ આપી છે. અને ત્રણ દિવસમાં ખુલાસો કરવાની તાકીદ કરી છે. જો ખુલાસો ન કરે તો તમામને નામો નિર્દેશ કોર્ટમાં ઢસડી જવાની આડકતરી ધમકી પણ આપી છે. આમ ૭ દિવસમાં કોંગ્રેસે બીજો માસ્ટરસ્ટ્રોક ખેલ્યો છે.

તો કોર્ટમાં કરવામાં આવશે કેસ

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબારે જણાવ્યું હતું કે,થોડા સમય પહેલા નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી સાથે ૭ કોંગ્રેસ નગરસેવકોએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ તમામને ફરી પાછા કોંગ્રેસમાં આવવા માટે વિનંતી કરી હતી. જેમાં પ્રમુખ ઘનશ્યામ સોલંકી ફરી કોંગ્રેસ સાથે રહ્યા હતા. પરંતુ ૬ નગરસેવકો પરત આવ્યા ન હતા. અને તેમણે વ્હીપનો પણ અનાદર કર્યો હતો. આ તમામ નગરસેવકો ફરી કોંગ્રેસમાં આવી જાય તો તેમને અમે આવકારીએ છીએ. પરંતુ જો તેઓ નોટીસનો જવાબ નહી આપે તો તમામ સામે નામો નિર્દેશ કોર્ટમાં કેસ કરવામાં આવશે. અને ૬ નગરસેવકોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી ચુંટણી લડવા પર પ્રતિબંધની પણ જોગવાઈ છે. જેનો અમલ ઝડપથી કરાવવા માટે અમે લડી લેશું.

વ્હીપમાં શું કહેવામાં આવ્યું ?

જિલ્લા કોંગ્રેસ સમિતિએ જે નોટીસ બજાવી છે તેમાં એવો આદેશ કરવામાં આવ્યો છે કે, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ ચુંટણીના ચેરમેન બાબુ પટેલ દ્વારા વ્હીપ આપવામાં આવ્યો હતો. આ વ્હીપની બજવણીમાં શાસકપક્ષના નેતા જયદિપસિંહ ડાભી જે પણ કામો સુચવે તે દરેક કામોને સમર્થન કરવા અને મતદાન કરવા જણાવ્યું હતું. તેમછતાં વિરોધપક્ષના નેતા કિર્તી પટેલના લેટરપેડ ઉપર ભાજપના સભ્યો સાથે મળી તેમાં સહી કરી કોંગ્રેસ પાર્ટી દ્વારા આપેલા વ્હીપનો ભંગ કરેલો હોઈ ત્રણ દિવસમાં ખુલાસો કરવા માટે નોટીસ આપવામાં આવેલ છે.

નોટીસ આપતા ભાજપના નગરસેવકો અંદર ખાને ખુશ

મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ૬ બાગી નગરસેવકોને વ્હીપના અનાદર બદલ નોટીસ મોકલી છે. તેમાં અંદરખાને ભાજપના નગરસેવકો પણ ખુશ થયા છે. આ તમામ ૬ નગરસેવકો આગામી નગરપાલિકાની ચુંટણીમાં ટિકીટ મળવાની શરતે ભાજપમાં આવ્યા હતા. આમ જો આતમામને ટિકીટ મળે તો વર્તમાન ઘણા નગરસેવકો કપાઈ જાય તેવી પણ પરિસ્થિતિ છે. તેથી ભાજપના મોટાભાગના નગરસેવકો ખુશ થયા છે. ભાજપના એક નગરસેવકે નામ ન આપવાની શરતે કહ્યું કે કોંગ્રેસને ચાર વર્ષથી આ લોકો પરેશાન કરતા હતા. હવે ભાજપમાં આવી ગયા હોઈ ઘણા બધા સિનીયરોની ટિકીટ પર જોખમ આવી ગયું છે. કોંગ્રેસે સાચી દિશામાં પગલું ભર્યું છે.

ક્યાં નગરસેવકોને નોટીસ મળી?

  • ૧. રમેશ (ભુરી) ત્રિભોવનદાસ પટેલ
  • ૨. મહેશ સોમાભાઈ પટેલ
  • ૩. પલ્લવીબેન જિજ્ઞોશ પટેલ
  • ૪. સંજય પ્રવિણચંદ્ર બ્રહ્મભટ્ટ
  • ૫. સુનિલ પ્રવિણભાઈ ભીલ
  • ૬. અલ્લારખી ઐયુબ બેલીમ
  • 6 વર્ષ ચુંટણી લડવા પર પ્રતિબંધ મુકાઈ શકે

કોંગ્રેસના બાગી છ નગરસેવકો જો ત્રણ દિવસમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નોટીસનો જવાબ નહી આપી શકે તો નામો નિર્દેશ કોર્ટમાં જવાની ફરજ પડશે. આ કોર્ટમાં વ્હીપના અનાદર બદલ ૬ વર્ષ સુધી ચુંટણી લડવા પર પ્રતિબંધ મુકાઈ શકે છે.

ધાનેરા અને ચાણસ્મામાં પણ ૬ વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો

તાજેતરમાં ધાનેરા અને ચાણસ્મા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે વ્હીપના અનાદર બદલ નોટીસો પાઠવી હતી. જેનો ખુલાસો ન કરતા નામો નિર્દેશ કોર્ટમાં કેસ કરાયો હતો. જેમાં ઘણાખરા પદાધિકારીઓને ૬ વર્ષ માટે ચુંટણી લડવા પર પ્રતિબંધ મુકાયો હતો.

READ ALSO


Related posts

કોરોનાકાળમાં ‘કુમ કુમ ભાગ્ય’ સીરિયલની શૂટિંગ શરૂ, અભિનેત્રીએ કહ્યું- આ સરળ નથી

Ankita Trada

રાજ્યમાં પેટાચૂંટણીના પડઘમ વચ્ચે એક બેઠકને લઈને બીજેપી મુંજવણમાં, ખેલી શકે છે આ દાવ

Nilesh Jethva

ભારતમાં પ્રતિબંધ બાદ ચીન સાથે દૂરી બનાવવા પણ તૈયાર થઈ ગયુ TikTok, સરકારને મોકલ્યો આવો પત્ર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!