ઉત્તર પ્રદેશમાં પીએમ મોદી અને સીએમ યોગીના નેતૃત્વ હેઠળ ફરી એક વખત એકલપંડે પૂર્ણ બહુમતિની સરકાર રચી હરીફ પક્ષોના સૂપડાં સાફ કરી નાંખ્યા છે. ઉત્તર પ્રદેશમાં ભાજપની ભવ્ય જીત પાછળ અનેક મહત્વપૂર્ણ કારણો અને પરિબળો જવાબદાર છે. આખરે ભાજપે કેવી રીતે ઉત્તર પ્રદેશમાં તમામ અવરોધોને પાર કરી વિજયપતાકા લહેરાવી .

યુપી સર કરવા તમામ તાકાત લગાડી
વર્ષ 2024ની લોકસભા ચૂંટણીની દશા અને દિશા નક્કી કરનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મોદી-યોગીની જોડીના સથવારે ભાજપે અભૂતપૂર્વ અને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. રાજકીય રીતે દિલ્હી જવાનો રસ્તો હંમેશા ઉત્તર પ્રદેશ થઇને જાય છે. આવા સંજોગોમાં ઉત્તર પ્રદેશ જેવું સૌથી મોટું અને મહત્વનું રાજ્ય ગુમાવવું ભાજપને કોઇ કાળે પાલવે તેમ નહોતું. આથી ભાજપને યુપી સર કરવા પોતાની તમામ તાકાત કામે લગાવી દીધી છે. ઘણા એવા પરિબળો છે કે જેમણે ભાજપનો વિજયપરચમ લહેરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનો એજન્ડા સંપૂર્ણપણે સફળ નીવડ્યો
ઉત્તર પ્રદેશમાં ભાજપનો હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનો એજન્ડા રાબેતા મુજબ સંપૂર્ણપણે સફળ નીવડ્યો છે. ચૂંટણીપ્રચારમાં પણ ભાજપે જિન્નાહ અને પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવી અખિલેશે બિછાવેલી જાળમાં તેમને જ ફસાવી દીધા હતા. હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ ઉપરાંત ભાજપે વિકાસનો મુદ્દો પણ ઉઠાવ્યો અને વિકાસના નામે મત માંગ્યા. વિકાસના મુદ્દા સામે કોરોના મિસમેનેજમેન્ટ, મોંઘવારી, બેરોજગારી અને ગરીબી જેવા મુદ્દાઓ ટકી ન શક્યા. ચૂંટણીમાં હંમેશની જેમ ભાજપે મતોનું ધ્રુવીકરણ કરી આસાનીથી જીત સુનિશ્ચિત કરી. ભાજપે પશ્ચિમ યુપીમાં પલાયન તેમજ મુઝફ્ફરનગરમાં રમખાણોનો મુદ્દો ઉઠાવતા મતોનું ધ્રુવીકરણ થયું. તો અવધ ક્ષેત્રમાં રામ મંદિર અને આતંકવાદનો મુદ્દો ઉઠાવી મતો માંગ્યા. આ ઉપરાંત પૂર્વાંચલમાં પણ ભાજપે હિન્દુત્વનો જ મુદ્દો ચગાવતા તેનો સીધો જ ફાયદો ચૂંટણી પરિણામોમાં જોવા મળ્યો.
કાયદો અને વ્યવસ્થા એ ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો બની રહ્યો
ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા એ ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો બની રહ્યો છે. મોદી-શાહ-યોગી સહિતના ભાજપના તમામ નેતાઓએ કાયદો અને વ્યવસ્થાના નામે જ લોકો પાસે મતો માંગ્યા. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને જાળવવા યોગી આદિત્યનાથે લીધેલા કડક નિર્ણયો પરિણામમાં નિર્ણાયક બન્યા છે. આ ઉપરાંત ભાજપના નેતાઓએ તેમના ચૂંટણી પ્રચારમાં ડબલ એન્જિનની સરકારના નામે જ મતો માંગ્યા. મોદી સરકારની મફત રાશન અને બીજી યોજનાઓ લાભાર્થીઓ માટે મહત્વની સાબિત થઇ છે અને આ ગરીબો તેમજ લાભાર્થીઓના મતો ભાજપને જ મળ્યા છે તેવું ચૂંટણી પરિણામોએ સાબિત કર્યું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Box Office/ તાપસીની ફિલ્મ ‘દોબારા’ને આ ગુજરાતી ફિલ્મે પાછાડી, કાર્તિકેય 2ની કમાણીમાં જોરદાર ઉછાળો
- ગોઝારો શનિવાર/ રાજસ્થાનમાં ગંભીર અકસ્માત : ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે ધડાકાભેર ટક્કર, 6 શ્રદ્ધાળુઓના મોત
- તહેવાર ફેરવાયો માતમમાં/ અમદાવાદમાં મટકીફોડના કાર્યક્રમમાં દુર્ઘટના, યુવક નીચે પટકાતા મોત
- બોલિવુડ/ લાંબી બ્રેક બાદ કરણ જોહરની ફિલ્મ રૂપેરી પડદે રીલીઝ થવા તૈયાર, આ ફિલ્મમાં જોવા મળશે આલિયા- રણવીરની કેમેસ્ટ્રી
- વીડિયો/ ખરાબ અંગ્રેજીના કારણે ટ્રોલ થયો બાબર આઝમ, ફેન્સ બોલ્યા-આના કરતા સારો તો સરફરાઝ હતો